મુડેટી પાસેના વોરાવાવ પ્રાથમિક શાળા તા. ઈડરમાં સ્કાઉટ ગાઈડ પ્રશિક્ષણ શિબિર યોજાઈ 50 સ્કાઉટ માસ્ટર, ગાઈડ લીડર અને રેંજર્સ લીડરે તાલીમ લીધી - At This Time

મુડેટી પાસેના વોરાવાવ પ્રાથમિક શાળા તા. ઈડરમાં સ્કાઉટ ગાઈડ પ્રશિક્ષણ શિબિર યોજાઈ 50 સ્કાઉટ માસ્ટર, ગાઈડ લીડર અને રેંજર્સ લીડરે તાલીમ લીધી


*મુડેટી પાસેના વોરાવાવ પ્રાથમિક શાળા તા. ઈડરમાં સ્કાઉટ ગાઈડ પ્રશિક્ષણ શિબિર યોજાઈ 50 સ્કાઉટ માસ્ટર, ગાઈડ લીડર અને રેંજર્સ લીડરે તાલીમ લીધી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સ્કાઉટ-ગાઇડ પ્રશિક્ષણ શિબિરનું ઉદ્દઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાયના હસ્તે સ્કાઉટ ગાઈડ ધ્વજ લહેરાવી કર્યું હતું. પ્રશિક્ષણ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત મહેમાનો તથા સ્કાઉટ-ગાઇડ અધિકારી ( સ્ટેટ ઓર્ગેનાઇઝેશર કમિશ્નર)શ્રી બી કે સિદપરા સાહેબ , જિલ્લા ચીફ કમિશ્નર શ્રી અતુલભાઈ દીક્ષિત, ગાઇડ કમિશ્નર શ્રી ભારતીબેન ચૌધરી, અરવલ્લી ગાઈડ કમિશનર કિરણબેન, આસી. કમિશ્નર શ્રી નિપુણાબેન નું સન્માન કરવામાં આવ્યું હતું . આ પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત સિદપરા સાહેબે ઓનલાઈન રજિસ્ટ્રેશન , ધ્વજ વંદન તથા દોરીની ગાંઠો તથા સ્કાઉટ- ગાઇડ નિયમો વગેરેનું શિક્ષણ પૂરું પાડયું હતું. રાજ્ય આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી નિતિનભાઈ ગુર્જરે રાજ્ય પુરસ્કાર પરીક્ષા તથા સ્કાઉટ-ગાઇડ સંઘમાં નવી જોડાયેલ શાળાઓને સ્કાઉટ-ગાઇડ ગણવેશ તથા અન્ય વિશેષ માહિતી પુરી પડી હતી.
આ શિબિર ઐતહાસિક તથા પ્રકૃતિની ગોદમાં વસેલ વોરાવાવ પ્રાથમિક શાળા ( તા ઇડર) ના યજમાન પદે યોજાઈ. આ શિબિર પ્રિન્સિપલ તથા કેળવણી નિરીક્ષક શ્રી હરેશભાઈ ચૌધરી તથા શાળા પરિવારે સુંદર મજાના ભોજન દ્વારા સુંદર તથા સુઘડ આયોજન દ્વારા સફળ બનાવી હતી. ભોજન દાતા મક્ષીભાઇનો આભાર માનવામાં આવ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.