સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામા આવી
સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત તાજેતરમાં ઇડર તાલુકાના ભેટાલી કોલેજમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામીતની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ કાર્યક્રમમાં મનોચિકિત્સક દ્વારા માનસિક રોગો તેમજ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે જાણકારી અપાઈ હતી. મનિષાબેન વકીલ દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, કાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ડો.પી.એસ.ત્રિવેદી. બી.એડ.કોલેજના આચાર્ય તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.