જસદણ ના ઈશ્વરીયા કાનપર સાણથલી તથા ગોંડલના કરમાળ કોટડા ગામે ચેકડેમના કામ માટે બે કરોડની રકમ મંજુર કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

જસદણ ના ઈશ્વરીયા કાનપર સાણથલી તથા ગોંડલના કરમાળ કોટડા ગામે ચેકડેમના કામ માટે બે કરોડની રકમ મંજુર કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
ચેકડેમ થવાથી ૧૭ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે, ૨૬૦ હેકટર સીમ જમીનમાં ખેતીને લાભ મળશે. બોર,કુવાના તળ ઉંચા આવશે ખૅડુતૉમા ખુશાલી

જસદણ તથા ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામે ચેકડેમ બનાવવાના કામને જળસંપતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા બે કરોડ જેવી રકમની મંજુરી આપી જૅમા
જસદણ તાલુકાના સાણથલી ગામ પાસે ભાદર નદી પર કરમાળકોટડા-૧ ચેકડેમના બનાવવા માટે લાંબા સમયથી ખેડુતો,આગેવાનો, સરપંચો દ્વારા સતત રજુઆત કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ નવો ચેકડેમ બનાવવાના કામને જળસંપતિ વિભાગે મંજુરી આપી છે જ્યારે ગોંડલ તાલુકાના કરમાળ કોટડા-૧, નવા ચેકડેમ માટે જળસંપતિ વિભાગ દ્વારા બે કરોડ જેવી મોટી રકમ મંજુર કરવામાં આવી છે, ચેકડેમ થવાથી ૧૭ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને જસદણ તાલુકાના ઈશ્વરીયા, કાનપર,સાણથલી, ગોંડલના કરમાળ કોટડા આજુબાજુના ગામોની ૨૬૦ હેકટર ખેડુતોની સીમ જમીનને લાભ મળશે અને સીમ જમીનના બોર, કુવાના તળ ઉચાં આવશે ચેકડેમ બનાવવાની વરસો જુની માંગણી પુર્ણ થતાં ખેડુતોએ આનંદની લાગણી વ્યકત કરી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.