50 રૂપિયાના સ્ટેમ્પ પર સગાઈ, અંધારામાં લગ્ન:દલાલ 3 મહિનાની ગેરંટી આપે, દુલ્હન 3 દિવસમાં જ બધું લૂંટીને છૂમંતર થઈ જાય - At This Time

50 રૂપિયાના સ્ટેમ્પ પર સગાઈ, અંધારામાં લગ્ન:દલાલ 3 મહિનાની ગેરંટી આપે, દુલ્હન 3 દિવસમાં જ બધું લૂંટીને છૂમંતર થઈ જાય


બાડમેરના સૂરજમલના લગ્ન UPની રાગિની સાથે થયા. સુહાગરાત પર સૂરજમલને જાણ જ ના થઈ કે ક્યારે તેમને ઊંઘ આવી ગઈ. સવારે 4 વાગ્યે ઊંઘ ખૂલી તો કબાટનું તાળું તૂટેલું હતું. મેઇન દરવાજો અંદરથી બંધ હતો અને રાગિની ઘરમાંથી ગુમ હતી. થોડી જ સેકન્ડમાં આખો મામલો સમજાઈ ગયો. રાગિનીએ મોડીરાતે 3 લાખ રૂપિયા અને ઘરેણાં એકઠાં કર્યાં, અગાસીમાંથી ગાદલું નીચે ફેંક્યું અને તેના પર કૂદીને ભાગી ગઈ. રાજસ્થાનમાં એક્ટિવ લૂંટેરી દુલ્હન ગેંગ સૂરજમલની જેમ સેંકડો પરિવારને બરબાદ કરી ચૂકી છે. આ સિરીઝના પહેલાં ભાગમાં અમે જણાવ્યું હતું કે આ ગેંગ કઈ રીતે દુલ્હાઓને પોતાની જાળમાં ફસાવે છે. (જો તમે પાર્ટ-1 વાંચ્યો નથી તો આ સમાચારના અંતમાં આપેલી લિંક પર ક્લિક કરો) સિરીઝના ભાગ 2માં લૂંટાયેલા દુલ્હાઓની કહાની…
જયપુરથી 180 કિમી દૂર સિકરના રામગઢ શેખાવતીના માનફૂલ હજુ પણ આઘાતમાં છે. તેઓ પોતે પણ કેમેરા સામે આવવા તૈયાર નહોતા, તેથી તેમના ભત્રીજા અરવિંદે તેમની સાથે જે બન્યું એની આખી કહાણી જણાવી.. પરિવારના સભ્યો 32 વર્ષના મનફૂલ માટે ઘણાં વર્ષોથી છોકરી શોધી રહ્યા હતા, પરંતુ સંબંધ બનતો નહોતો. જેમ જેમ ઉંમર વધતી જતી હતી એમ એમ મિત્રો અને સંબંધીઓનાં ટોણાં પણ વધતાં જતાં હતાં. અરવિંદે જણાવ્યું- એક દિવસ છોટી ગામ નિવાસી અમારા પરિચિત દિનદયાલે કહ્યું કે તેમના પરિવારમાં યુપીની એક છોકરીને લગ્ન કરીને લાવવામાં આવી છે. તેઓ આરામથી જીવે છે. આ સોદો એક દલાલ મારફત થયો હતો. તમે કહો તો હું મનફૂલ સાથે વાત કરીશ. પરિવારના સભ્યો સંમત થયા. પરિચિત દિનદયાલને મહિપાલ અને વિકાસ નામની બે વ્યક્તિ સાથે ફોન પર વાતચીત થઈ હતી. બીજા જ દિવસે બંને દલાલેયુવતીને જોવા સાલાસર ચોકડી પર બોલાવ્યા હતા. યુપીની એક યુવતી ત્યાં જોવા મળી. પરિવારને છોકરી ગમી, પણ મનફૂલને ગમી નહીં. એક ઘરમાં ચાર યુવતી બતાવવામાં આવી
ચાર દિવસ પછી દિનદયાલે ફરી ફોન કર્યો અને કહ્યું- મેં તમારા માટે નવી છોકરીઓ બોલાવી છે, તેમાંથી પસંદ કરો. મહિપાલ અને વિકાસ સાથે વાત કરો. ગમશે તો તરત જ લગ્ન કરાવી દઇશું. અમે છોકરીને જોવા રામગઢથી સિકર ગયા. અહીં અમને છોડી ગામનો રહેવાસી મહિપાલ મળ્યો. તે અમને એક ઘરમાં લઈ ગયો, જ્યાં ઘણી છોકરીઓ પહેલેથી જ હતી, તેમાંથી ચાર છોકરી બતાવવામાં આવી હતી. ત્યાં મનફૂલને એક છોકરી- પિંકી રાય ચૌધરી, જેને જોતાં જ ગમી ગઈ. પિંકીની સાથે અન્ય એક મહિલા જ્યોતિ પણ હતી. તેણે કહ્યું- પિંકીનાં કોઈ માતા-પિતા નથી. ત્યારે પિંકીએ પણ કહ્યું હતું કે તે તેની કાકી સાથે રહે છે. તેમણે મારો ઉછેર કર્યો અને ભણાવી છે. તે ઘરનાં બધાં કામ જાણે છે. હવે માસી જ તેના લગ્ન કરાવશે. 50 રૂપિયાના ત્રણ સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ, અઢી લાખ માગ્યા
યુવતીને પસંદ કર્યા બાદ દલાલ વિકાસ, મહિપાલ અને મહિલા દલાલે પિંકીના લગ્ન કરાવવા માટે 2.5 લાખ રૂપિયા માગ્યા હતા. બાદમાં બે લાખ રૂપિયામાં લગ્નનો સોદો નક્કી થયો હતો. દલાલોએ તેમના પર તાત્કાલિક લગ્ન કરવા દબાણ કર્યું. પરિવારના સભ્યોએ વ્યક્તિગત રીતે છોકરીનાં કપડાં અને કેટલાંક ચાંદીનાં ઘરેણાં તૈયાર કર્યાં હતાં. થોડીવારમાં દલાલોએ વકીલને બોલાવ્યા. તે 50-50 રૂપિયાના ત્રણ સ્ટેમ્પ પેપર પર લગ્નનો એગ્રીમેન્ટ લખીને આવ્યા હતા. 3 માર્ચ, 2024ના રોજ લગ્નની નોટરી પણ કરાવી રાખી હતી. સાક્ષી તરીકે દરેકની સહી કરાવી. સ્ટેમ્પ પર સંપૂર્ણ સોદો કર્યા પછી તે તેના પરિવાર સાથે જીન માતાના મંદિરે ગયો. ત્યાં લગ્ન કર્યા. આ પછી આખો પરિવાર ગામમાં પાછો ફર્યો. છોકરી સાથે આવેલા લોકો પણ પાછા ગયા હતા. ઘરે પહોંચ્યા પછી કાર્યક્રમ થયો. પરિવારના દરેક લોકો ખૂબ ખુશ હતા. 3 મહિનાની ગેરંટી આપી, માસી પાસે જવાનું કહીને ભાગી ગઈ
અરવિંદે જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ દલાલ વિકાસ અને મહિપાલને પૂછ્યું હતું કે શું છોકરી લગ્ન પછી ભાગી જશે? વિકાસે 3 મહિનાની ગેરંટી આપી અને ખાતરી આપી કે ચિંતા કરશો નહીં, તે ક્યાંય નહીં જાય. તમે યોગ્ય કાળજી લો. તે એક ગરીબ પરિવારની છોકરી છે. તેનાં માતા-પિતા પણ નથી, તેથી તેને તેના પરિવારનું ધ્યાન રાખવું પડશે. તમારી સાથે જ રહેશે. અરવિંદે કહ્યું હતું0 કે ઘરમાં બધું બરાબર હતું. એક દિવસ સવારે ઊઠતાંની સાથે જ પિંકીએ કહ્યું કે તે તેની કાકીને ખૂબ જ મિસ કરી રહી છે. તે આગ્રહ કરવા લાગી કે તેને માસીને મળવા જવું પડશે. ત્યાર બાદ મનફૂલે દલાલ વિકાસ સાથે ફોન પર વાત કરી અને તેણે કહ્યું કે તેને અત્યારે ક્યાંય મોકલશો નહીં. જો તમે ક્યાંક જાઓ છો તો તેને તમારી સાથે લઈ જાઓ. ત્યારે મનફૂલે પિંકીને ના પાડી. મનફૂલ સાંજે કોઈ કામ માટે બહાર ગયો હતો. પરિવાર અને પિંકી સાંજનું જમવાનું જમી રહ્યાં હતાં. ત્યારે જ તેને તેની માસીનો ફોન આવ્યો. તે અચાનક ઊભી થઈ અને કશું જ કહ્યા વિના બહાર જતી રહી. પરિવારના સભ્યો તેને પૂછતા રહ્યા કે તે ક્યાં જાય છે. તે બહાર બાઇક પર આવેલા યુવક સાથે બેસીને ભાગી હતી. પરિવારના લોકોએ લગ્ન માટે જે ઘરેણાં બનાવ્યાં હતાં એ પણ તે સાથે લઇ ગઈ. છોકરી ભાગી ગઈ તો દલાલે ફરી લગ્નનો પ્રસ્તાવ આપ્યો
મનફૂલ અને તેના પરિવારે મહિપાલ અને વિકાસ સાથે વાત કરી અને તેમને છોકરીના ભાગી જવા વિશે જણાવ્યું. દલાલોએ કહ્યું- ચિંતા કરશો નહીં, તે પાછી આવશે. ઘણા દિવસો સુધી યુવતી ન આવતાં બંને દલાલો તેને ફરીથી લગ્ન કરાવવાની લાલચ આપવા લાગ્યા હતા. જ્યારે તેણે પૈસા પાછા માગ્યા ત્યારે તેને કહેવામાં આવ્યું કે તે બીજી છોકરીને પસંદ કરો, લગ્ન કરાવી દઇશું. તેણે વિકાસને લગ્ન માટે 1.75 લાખ રૂપિયા અને કમિશન તરીકે 25 હજાર રૂપિયા આપ્યા હતા. યુવતી પરત ન આવતાં રામગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી લૂંટેરી દુલ્હન પકડાઈ નથી. લૂંટાયેલો દુલ્હો નંબર-2: લગ્ન ન થયા તો દલાલોની જાળમાં ફસાયો
સિકરના અનિલ નાયક (40)ની લગ્નની ઉંમર જતી રહી હતી. લગ્ન ન થવાને કારણે પરિવારમાં તણાવનું વાતાવરણ હતું. વૃદ્ધ માતા-પિતાને સંભાળવા માટે પણ કોઈ આધાર ન હતો. પરિવારે અનેક મેરેજ બ્યૂરોનો સંપર્ક કર્યો, પરંતુ વાત બની નહીં. ત્યાર પછી કોઈ પરિચિત દ્વારા અનિલનો પરિવાર લૂંટેરી દુલ્હન ગેંગના દલાલ વિકાસ, ગિરધારી લાલ અને વિક્રમના સંપર્કમાં આવ્યો. તેમણે તેના લગ્ન કરવાની ખાતરી આપી. દલાલ વિકાસ અનિલના ઘરે પહોંચ્યો હતો અને તેના ઘરનો ફોટો પાડીને લાવ્યો. કહ્યું- ચિંતા કરશો નહીં, હું તમને છોકરી બતાવીશ. બે દિવસ બાદ વિકાસે અનિલને તેના વ્હોટ્સએપ નંબર પર ઉત્તર પ્રદેશની સોની નામની યુવતીનો ફોટો મોકલ્યો હતો. અનિલને યુવતીનો ફોટો ગમી ગયો હતો. આ પછી અનિલ અને તેના પરિવારે યુવતીને જોવાનું કહ્યું. વિકાસે યુવતીને બોલાવીને તેને બતાવી. યુવતીને મળવા બોલાવવાના નામે તેમણે તેની પાસેથી ભાડા પેટે 5-7 હજાર રૂપિયા લીધા હતા. 1.60 લાખમાં લગ્નનો સોદો
અનિલે જણાવ્યું કે સોની (લૂંટેરી દુલ્હન) સાથે એક છોકરી આશા દેવી હતી. એક છોકરો અમિત કુમાર પણ હતો. દલાલોએ જણાવ્યું કે આ છોકરી તેની મોટી બહેન છે અને અમિત તેનો સાળો છે. સોની તેમની સાથે જ રહે છે. વિકાસ, ગિરધારીલાલ અને વિક્રમ, ત્રણેય એક જ જૂથ સાથે સંકળાયેલા છે. ત્રણેયે 1.60 લાખમાં લગ્નનો સોદો નક્કી કર્યો હતો. પૈસા ચૂકવ્યા બાદ દલાલોએ વકીલને બોલાવીને 50-50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરીને લગ્ન કરાવ્યા હતા. દલાલોએ સાક્ષી તરીકે સહી પણ કરી હતી. રાત્રે મંદિરમાં ફેરા ફર્યા
કરાર થયા બાદ અનિલે પરિવારને જણાવ્યું હતું કે લગ્ન નક્કી થઈ ગયા છે. ત્યાર બાદ પરિવારના સભ્યોએ ગામના એક મંદિરમાં લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. અનિલ અને સોનીએ મંદિરમાં ફેરા ફરીને લગ્ન કર્યા. રાત્રે કેટલાક સંબંધીઓને બોલાવીને ઘરે મહિલા સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ક્યારેક પેટમાં દુખાવો તો ક્યારેક શોપિંગનું દબાણ
અનિલે જણાવ્યું હતું કે લગ્નના બીજા દિવસથી જ સોનીએ પેટમાં દુખાવો કે તબિયત સારી ન હોવા જેવાં બહાનાં બનાવવાનું શરૂ કર્યું. વાત કરું તો સરખી રીતે વાત ના કરે. શરૂઆતમાં મને લાગ્યું કે બધું સારું થઈ જશે. તેને સમજાવવા અનિલે તેને તેની માતાએ રાખેલા કેટલાક દાગીના આપ્યા. નવાં કપડાં અને સ્માર્ટફોન પણ લાવી આપ્યો. બીજા દિવસે તે તેને બજારમાં પણ લઈ ગયો. લગ્નના ચોથા દિવસે સોની મોબાઈલ, કપડાં, દાગીના અને ઘરમાં રાખેલી તમામ રોકડ લઈને ભાગી ગઈ હતી. કન્યાને પાછી લાવવા રૂપિયા પડાવતા
અનિલે જણાવ્યું કે સોનીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. અમે દલાલ વિક્રમ અને વિકાસ સાથે વાત કરી તો તેમણે ફરીથી છેતરપિંડી શરૂ કરી. ક્યારેક 500 રૂપિયા તો ક્યારેક 1000 રૂપિયા ભાડું માગતા હતા અને જણાવ્યું કે યુવતી બનારસ ગઈ છે. ત્યાંથી લાવવી પડશે. બનારસ જવા માટે ભાડાના 2000 રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ સોની પરત આવી નહીં. જ્યારે દલાલો પાસે પૈસા માગવામાં આવ્યા ત્યારે તેઓ બીજા લગ્ન કરાવી લઈશું એમ કહીને મુલતવી રાખતા હતા. જ્યારે અનિલને લાગ્યું કે તેની સાથે ઘણી છેતરપિંડી થઈ છે ત્યારે તેણે સિકર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. લૂંટેરી દુલ્હનોનું સ્ટિંગ ઓપરેશન વાંચો: પહેલીવાર કેમેરામાં સામસામે લૂંટેરી દુલ્હન અને ભાસ્કર રિપોર્ટરઃભાઈ બનીને પતિ જ ડીલ કરાવે, દલાલે કહ્યું- દોઢ લાખ રૂપિયામાં છોકરી તમારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.