બાલાસિનોર હિન્દી વિભાગ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બાલાસિનોર હિન્દી વિભાગ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી


સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટ્સ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કૉલેજ, બાલાસિનોરમાં હિન્દી વિભાગ દ્વારા "મહિલા કર્મયોગી દિવસ" ની ઉજવણી કરવામાં આવી.*

સી. એન્ડ એસ. એચ. દેસાઈ આર્ટ્સ એન્ડ એલ. કે. એલ. દોશી કોમર્સ કૉલેજ, બાલાસિનોરમાં નારી વંદન પખવાડિયા અંતર્ગત હિન્દી વિભાગ દ્વારા "મહિલા કર્મયોગી દિવસ" ની ઉજવણી કૉલેજના આચાર્ય ડૉ. ડી. પી. માછીની અધ્યક્ષતા માં કરવામાં આવી. સર્વપ્રથમ પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂવાત થઈ. તે પછી હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રો. યુ. એસ. ચંદેલ સાહેબે મેહમાનોનો શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું. તે પછી હિન્દી વિભાગના વિદ્યાર્થિઓ પ્રિયાબેન, પાર્વતીબેન અને ઇમરાનભાઈ એ કર્મશીલ મહિલા પર પોતાનું વક્તવ્ય આપ્યું. તે પછી આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા માનનીય વિદ્યાબેન ડી. માછીજી એ મહિલાઓનો કર્મયોગી જીવન અને સંઘર્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરી. વૈદિક કાળથી લઈને વર્તમાન નારીની સ્થિતિ વિશે વાત કરી. તે પછી કાર્યક્રમના અધ્યક્ષ આચાર્ય ડૉ. ડી. પી. માછી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચનથી સંબોધિત કરવામાં આવ્યો. તેમણે કહ્યું સ્ત્રી આજે સમાજમાં, દેશમાં દરેક ફિલ્ડમાં નેતૃત્વ કરી રહી છે. મહિલાઓ દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. કાર્યક્રમની આભાર વિધિ પ્રો. એમ. સી. દેસાઈ સાહેબે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દી વિભાગના અધ્યાપિકા ડૉ. ગાયત્રી લાલવાણીએ કર્યો હતો. મોટી સંખ્યામાં વિધાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.