સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટમાં રેડ કરી 1500 લીટર દેશી દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે ચોક્કસ બાતમીના આધારે રાજકોટમાં રેડ કરી 1500 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ શહેર પોલીસના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન વાહનમાં દેશી દારૂનો જથ્થો લઈ નીકળેલા એક શખસને દબોચી લેવાયો હતો. આ શખસ પાસેથી દેશી દારૂનો 1500 લિટરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે આ દેશી દારૂનો જથ્થો લઈ આરોપી શાપર ખાતે સપ્લાય કરવા માટે જતો હતો. હાલ આરોપીની ધરપકડ કરી એસએમસીની ટીમે આજીડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવા તજવીજ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.