રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈ NSUI-પોલીસ વચ્ચે ઝપાઝપી, એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો - At This Time

રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈ NSUI-પોલીસ વચ્ચે ઝપાઝપી, એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો


ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ CBRT (કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ) રદ કરવાની માગ કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો...હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા. એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસે એક એકને ખેચીને અટકાયત કરી હતી. પોલીસ 6 કાર્યકરની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.