ચોમાસુ સત્રનો 13મો દિવસ:આજે સંસદમાં વિનેશ ફોગાટનો ડિસ્ક્વોલિફાઈ થવાનો મામલો ઉઠી શકે છે, સરકાર વકફ એક્ટ સંશોધન બિલ લાવી શકે છે
સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્રની કાર્યવાહી ચાલી રહી છે. આજે સત્રનો 13મો દિવસ છે. આજે કેન્દ્ર સરકાર હાલના વકફ કાયદામાં લગભગ 40 સુધારા માટે બિલ લાવી શકે છે. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. નવા બિલમાં આના પર પ્રતિબંધ લગાવી શકાય છે. સંસદ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવનની બહાર વિનેશ ફોગટનું પોસ્ટર પકડીને પોતાનો ફોટો પડાવ્યો હતો. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, "વિનેશ ફોગાટ ગોલ્ડ લાવશે". પરંતુ થોડાં સમય પહેલાં જ વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી છે. જેથી શક્યતા છે કે વિનેશ ફોગાટનો મામલો વિપક્ષ સંસદમાં ઉઠાવી શકે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.