જર્મનીની કસ્ટડીમાં રહેલી ગુજરાતની દીકરી અરિહાને છોડાવો:કોંગ્રેસનેતા શક્તિસિંહે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો; કહ્યું- સરકાર લાલ આંખ બતાવી ભારતની દીકરીને વહેલીતકે પાછી લાવે
જમર્નીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસનેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્હસ્કેએ પણ જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકી અરિહાને ભારત લાવવા જણાવ્યું હતું. કોંગ્રેસનેતા શક્તિસિંહે કહ્યું- 56 ઈંચની છાતી છે, તો ગુજરાતની દીકરીને ભારત લાવવામાં આવે
કોંગ્રેસનેતા શક્તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે વહેલી તકે બાળકીને ભારત લાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે, તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં પ્રહાર કર્યા હતા. શક્તિસિહે કહ્યું હતું, અમારી પાસે 56 ઈંચની છાતીની વાતો થાય છે, તો આ ગુજરાતની દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ 56 ઈંચની છાતી બતાવવી જાઈએ. મોદી સરકારે લાલ આંખ કરીને આ દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવીને ભારત લાવવી જોઈએ. યતીન શાહે ગુજરાતની દીકરીને ભારત લાવવા માટે અપીલ કરી
જૈન અગ્રણી યતીનભાઈ શાહે જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષથી ભારત આવવા માટે તડપી રહેલી ભારતની દીકરીને ખોટી રીતે જર્મનીએ પોતાની કસ્ટડીમાં રાખી છે. ભારત સરકાર ગુજરાતની આ દીકરીને ભારત લાવે. તેમણે ભારત સરકાર પાસે અપીલ કરતાં ગુજરાતની દીકરીને ભારત લાવવા માટે મદદ કરવા જણાવ્યું છે. યતીન શાહે સંસદમાં ગુજરાતની દીકરી અરિહાનો મામલો ઉઠાવવા બદલ શક્તિસિંહનો આભાર માન્યો હતો. શિવસેનાના નેતા નરેશ ગણપતે વિદેશમંત્રીને જણાવ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને જર્મનીની સરકાર સાથે ચર્ચા કરીને અરિહા શાહને વહેલી તકે ભારત લાવવામાં આવે. બાળકીનાં માતા-પિતાએ જર્મનીની સરકારથી લઈને ભારત સરકાર પાસે મદદ માટે પોકાર કરી રહ્યાં છે અને અપીલ કરી છે કે અરિહાને ગુજરાત ચાઈલ્ડ વેલ્ફેર એજન્સીની કસ્ટડીમાં ભારત લાવવામાં આવે. અમદાવાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ અરિહાના ઉછેર માટે એક ફોસ્ટર પરિવાર પણ શોધી લીધો છે. બાળકી 36 મહિનાથી પણ વધુ સમયથી જર્મનીની કસ્ટડીમાં ફોસ્ટર કેરમાં રહે છે. એક 'કૂમળી બાળકી'ને જર્મન બનાવવાના બદઇરાદા સાથે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થામાં તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં છે. અરિહાનો કબજો 'ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થા'એ લઈ લીધો છે. ડૉક્ટરે મા-બાપને નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં ચાઇલ્ડ સંસ્થા અરિહાનો કબજો તેનાં મા-પિતાને સોંપતી નથી...સમગ્ર ભારતમાં અરિહાનો મુદ્દો ગાજ્યો છે. અરિહાના કેસે જર્મનીની 'ચાઇલ્ડ વેલ્ફેર' સંસ્થાના 'કાળાચહેરા'નો પરિચય કરાવ્યો છે. ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓનું કામ શું હોય છે? બસ, આવું જ. બાળકને કોઇપણ રીતે પોતાનાં મા-બાપ પાસેથી પડાવી લેવું. ત્યારે હવે જર્મનીની 'ચાઇલ્ડ વેલ્ફેર' સંસ્થાઓની દાનત અને તેમના એજન્ડા સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. એક સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓ બાળકનાં માતા પિતાની પેરન્ટિંગ સ્કિલ સામે સવાલો ઉઠાવે છે. કોર્ટમાં કેસ ચાલે છે. બાળકને કાયદેસર રીતે માતા-પિતાથી છીનવી લેવામાં આવે છે. અગાઉ નવી દિલ્હીમાં જૈન પ્રતિનિધિ મંડળે જર્મન રાજદૂતને રજૂઆત કરી; કહ્યું- અમારી દીકરીની સ્થિતિ ખરાબ અગાઉ 12 માર્ચ 2024ના રોજ જૈન સમુદાયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ જર્મનીના રાજદૂત ડૉ.ફિલિપ એકરમેનના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને જઈને રૂબરૂ મુલાકાત કરી હતી. આ અંગે આગેવાન યતીન શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન અમે એક ભારતીય દીકરી સાથે જમર્નીમાં થઈ રહેલા માનવ, સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોના બેફામ હનન વિશેની સચોટ માહિતીઓ પુરાવા સાથે જર્મન રાજદૂતને સોંપી હતી. આ સાથે તેમને જમીની હકીકીતથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.