અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ ની ઉજવણી ભાગરૂપે શ્રીકલજીભાઈ કટારા આર્ટસ કોલેજ શામળાજી તા. ભિલોડા ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો .
આજ ના “મહિલા કલ્યાણ દિવસ” ના થીમ મુજબ વક્તા શ્રીત્વીશા ચૌધરી દ્વારા દીકરીઓ પોતે અભ્યાસ કરીને કેવી રીતે સમાજ માં નામના મેળવી શકે તે માટે નું પોતાના જીવનનું જીવતું જાગતું ઉદાહરણ આપ્યું જેમાં પોતે ઈશરો સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે તેમજ તેમને ઇન્ડિયન એરફોર્સ માં વેપન ડીઝાઇનર તરીકે પણ સિદ્ધિ હાસિલ કરી તેની સંપૂર્ણ જાણકારી આપી તેમજ મહિલા સક્ષમ થવા માટે શું કરવું તેની જાણકારી આપી. તેમજ શ્રી ડૉ.અશોક ભાઈ શ્રોફ સાહેબ દ્વારા મહિલા ની સલામતી માટે ના વિવિધ કાયદા ની જાણકારી આપવામાં આવી તેમજ મહિલા કાયદા નો ઉપયોગ કેવી રીતે કરી શકે તેની જાણકારી આપી ઉપરાંત કાર્યક્રમના મુખ્ય મેહમાનશ્રી શ્રીમતી હસીના બેન મનસુરી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ ની જાણકારી આપી તેમજ એક દીકરી થી માંડી ને મહિલા પોતે પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તેની જાણકારી આપી. શ્રી હીનાબેન પટેલ દ્વારા દીકરીઓ માં પોષણ અને આહાર વિશે વાત કરી તેમજ લોહી માં હિમોગ્લોબીન ની ઉણપ થી ગર્ભવતી મહિલાઓ ને થતી મુશ્કેલીઓ વિશે સમજૂતી આપી શું કરવું શું ન કરવું તેની જાણકારી આપી સમગ્ર કાર્યક્રમ માં મહિલા અને બાળ ના યુનિટો જેવાકે ૧૮૧ અભયમ ના મનીષા બેન, OSC ના શ્રધ્ધાબેન પટેલ તેમજ PBSC ના નીરુબેન પરમાર હાજર રહયા તમામને પોતાના કાર્યક્ષેત્ર ની જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ માં શ્રી ડૉ અજયભાઈ કે. પટેલ આચાર્યશ્રી - શ્રી કલજીભાઈ કટારા આર્ટસ કોલેજ દ્વારા ઉપસ્થિત તમામ મેહમાનશ્રીઓ નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન અકરમ ભાઈ શેખ - જેંડર સ્પેસિયાલિસ્ટ જિલ્લા મહિલા અને બાળ કચેરી, ફોરમબેન દરજી-ફિલ્ડ ઓફિસર જિલ્લા મહિલા અને બાળ કચેરી તેમજ જૈનીશભાઈ ભોઈ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા કરવામાં આવ્યો જેમા કોલેજ ના તમામ અધ્યાપકશ્રીઓ દ્વારા ખૂબ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું.

આ કાર્યક્રમમા ઉપસ્થિત મહેમાનો માં શ્રી ત્વિશા જે ચૌધરી ઇષ રો સાયન્ટિસ્ટ, શ્રી ડૉ અશોક ભાઈ શ્રોફ સાહેબ - અધ્યાપકશ્રી લો કોલેજ મોડાસા ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય મહેમાનશ્રી માં શ્રીમતી હસીનાબેન મનસુરી - જિલ્લા મહિલા બાળ અધિકારી અરવલ્લી, શ્રી નયના બેન ડી ગામીત - ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ ભિલોડા ઉપસ્થિત રહયા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.