સમગ્ર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે.
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
આગામી ૧૩ ઑગસ્ટે મોડાસા સહિત જિલ્લામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થશે.
ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનાને સફળ બનાવવા તેના સુચારૂ આયોજન અને અમલીકરણ અર્થે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
‘હર ઘર તિરંગા’અભિયાન દરમિયાન જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નગરજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક નાગરિકો પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. સાથે સાથે ભારતીય ધ્વજ સંહિતાનું પણ ચૂસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે નાગરીકો/અધિકારીઓ/પદાધિકારીઓ તિરંગા સાથેના ફોટો સોશિયલ મિડિયાનાં પોસ્ટ કરે તે પ્રકારનું આયોજન કરવા, કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈ તે બાબતે સંકલન કરવા સબંધિતઓને જરૂરી સુચના આપી હતી.તિરંગા યાત્રાના રૂટની પસંદગી સહિતની ચર્ચા પણ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ “હર ઘર તિરંગા"કાર્યક્રમના સુચારુ અસરકારક આયોજન કરવા બાબતે જરૂરી સૂચનો અને કાર્યક્રમ અંતર્ગત તમામ નાગરિકો સુધી જાણકારી પહોંચાડવા,તમામ શૈક્ષણિક સંસ્થાઓ,કોલેજ, બસ સ્ટેન્ડ,દુકાનદારો અને સરકારી કચેરીઓ આયોજનમાં સહભાગી થવા જણાવ્યું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પોલીસ વડા અને અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.