નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓની જાણકારી આપવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે “નારી વંદન ઉત્સવ” ઉજવણી અંતર્ગત કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના મહિલા ITI કોલેજો અંગે વિષય નિષ્ણાંત દ્વારા સમજ આપવા ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં શ્રીમતી સીમાબેન સોનીએ ઉધોગ સાહસીકતા વિશે, શ્રીમતી લીનાબેન પી પટેલ-જીલ્લા સંયોજીકા દુર્ગા વાહીનીએ મોટીવેશનલ સ્પીચ આપેલ તેમજ શ્રી નીરવભાઇ સોની-જીલ્લા રોજગાર કાઉન્સેલર દ્વારા રોજગારી અને સ્વ રોજગારી વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમના મહેમાનોમાં શ્રીમતી જયવંતીબેન માહેશ્વરી, શ્રીમતી જ્યોતીકાબેન સુથાર જેવા આગેવાનો ઉપસ્થીત રહેલ હતા. આ પ્રોગ્રામમાં આશરે ૧૦૦ જેટલી વિધાર્થીનીઓ, સંસ્થાના આચાર્યશ્રી, મહીલા સ્ટાફ તેમજ સંસ્થાની મહીલા તાલીમાર્થીનીઓ હાજર રહી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.