જસદણ તાલુકાના કોઠી ગામે માનવતા મહેકાવી દે તેવું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું
કોઠી ગામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ગાયના પગ પર ઘાતક હથિયાર માર્યું હતું જેના કારણે ગાયના પગમાં ફેક્ચર થઈ ગયું હતું જેની જાણ કોઠી ગામના સેવાભાવી વ્યક્તિ મુન્નાભાઈ સાસકિયા ને થતા જ તેઓએ તુરંત ગામના સરપંચ વલ્લભભાઈ સોલંકી ને જાણ કરી હતી ત્યારબાદ તેમણે ગામના સેવાભાવી પશુ ડોક્ટર મહેશભાઈ વાવડીયાને બોલાવ્યા હતાં અને તત્કાલ ધોરણે ગાયની સારવાર કરવામાં આવી હતી અને આ અબોલા જીવને પીડામાંથી મુક્તિ આપી હતી આ સમગ્ર સેવાકીય કાર્યમાં કોઠી ગામના સેવાભાવી વ્યક્તિઓ પણ જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.