શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટસ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત ડૉ. આઈ. પી. દેસાઈની જન્મ જયંતિની ઉજવણી - At This Time

શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટસ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત ડૉ. આઈ. પી. દેસાઈની જન્મ જયંતિની ઉજવણી


( હર્ષદ ચૌહાણ દ્વારા)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટસ કૉલેજ બોટાદના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તા.:- ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ ડૉ. આઈ. પી. દેસાઈની જન્મ જયંતિની નિમિત્તે તા. 6ઑગસ્ટ 2024 ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત વર્ચ્યુઅલ સેમીનારનું આયોજન કૉલેજના આચાર્યા ડૉ. શારદાબેન. ડી. પટેલ મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ધ્યેય ડૉ. આઈ. પી. દેસાઈના સમાજશાસ્ત્રના વિકાસમાં અપાયેલ યોગદાન, તેમનું જીવન-કવન તથા તેમના દ્વારા અપાયેલ સામાજિક સિદ્ધાંતો અને તેમના વિચારોથી વિદ્યાર્થિનીઓને અવગત કરવાનો રહ્યો હતો. સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન સાથે ડૉ. આઈ. પી. દેસાઈના સમાજશાસ્ત્રના વિકાસમાં અપાયેલ યોગદાન વિશેની માહિતિ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. જયશ્રીબેન એસ. સોરઠિયા દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ સમાજશાસ્ત્ર વિભાગના આસી. પ્રોફેસર ડૉ. રવીન્દ્ર પી. બારોટ દ્વારા ડૉ. આઈ. પી. દેસાઈના જીવન-કવન તથા તેમના દ્વારા કરવામાં આવેલા અભ્યાસો અને તેમના વિચારો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આસી. પ્રોફેસર દીપકભાઈ ડાભી દ્વારા સામાજિક સિદ્ધાંતો વિશે રસાળ માહિતિ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બીજા સેશનમાં વિદ્યાર્થિનીઓને ખ્યાતનામ સમાજશાસ્ત્રીઓના ડૉ. આઈ. પી. દેસાઈ દ્વારા સમાજશાસ્ત્રના વિકાસમાં અપાયેલ યોગદાનોના વ્યાખ્યાનો વિડીઓના માધ્યમથી બતાવવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિષયની કુલ ૧૧૫ જેટલી વિદ્યાર્થિની બહેનો ઉત્સાહભેર હાજર રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.