કે એમ કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યાસંકુલ અંતર્ગત શેઠ સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે એમ કોઠારી હાઇસ્કુલ સતલાસણામાં સાઇબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત મહેસાણા જિલ્લા પોલીસ કચેરી વિભાગમાંથી સાઇબર ક્રાઇમ એક્સપર્ટ જગદીશભાઈ ચૌધરી તેમજ સતલાસણા પોલીસ સ્ટેશન અંતર્ગત એલ આઈ બી નિલેશસિંહ રાજપુત દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં મોબાઈલ દ્વારા કેવી રીતે છેતરપિંડીનો ભોગ બને છે તે વિશે સરસ માહિતી સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી જો કોઈ માણસ આ પ્રકારના ક્રાઈમનો ભોગ બને તો તરત જ 1930 નંબર ઉપર ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવી હતી ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ ડી પટેલ ના માર્ગદર્શન હેઠળ એન એસ એસના કન્વીનર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજેશ સુથાર
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.