નાઈટ એડવેન્ચર ટૂરિઝ્મ...:પહાડ પર બકરીઓ ફરાવવાથી લઈને નૌકાવિહારલોકો વધુ પસંદ કરે છે; ચંદ્ર-તારાઓને કેમેરામાં સાચવતા શીખી રહ્યા છે - At This Time

નાઈટ એડવેન્ચર ટૂરિઝ્મ…:પહાડ પર બકરીઓ ફરાવવાથી લઈને નૌકાવિહારલોકો વધુ પસંદ કરે છે; ચંદ્ર-તારાઓને કેમેરામાં સાચવતા શીખી રહ્યા છે


દિવસના અજવાળામાં ટ્રેકિંગ અને નૌકાવિહાર કે હાઇકિંગ... જેવી એક્ટિવિટી રોચક અને સ્ફૂર્તિદાયક લાગે છે. પણ ચાંદની રાતમાં આવી એક્ટિવિટી અલગ જ અનુભવ આપે છે... અમેરિકામાં આવા રોમાંચક પ્રવાસોને પ્રોત્સાહન આપવામાં લાગેલા સંગઠન ડાર્કસ્કાયે એવાં 220 સ્થળોની ઓળખ કરી છે. સંસ્થાની સુજૈન સર્વેન કહે છે કે નાઈટ ટૂરિઝ્મ તણાવ મુક્ત કરે છે, યાદગાર અનુભવ પણ આપે છે. તેની સાથે જોડાયેલી એક્ટિવિટી પ્રવાસીઓને પસંદ પણ આવી રહી છે, જાણો આવી જ પસંદીદા ગતિવિધિઓ વિશે.. 1. ફુલ મૂન ગોટ હાઇકિંગ
કનેક્ટિકટમાં ડેરીફાર્મ, ગોટ સ્ટ્રોલિંગ કરાવે છે. બ્રેડલી ડેરી ફાર્મના પ્રમુખ એનેલિસે દાદરસ જણાવે છે કે તે ગોટ યોગા, ફરવું અને તેને પંપાળવા જેવી ગતિવિધિઓ રાખે છે. એક કલાકનો ચાર્જ 2100 રૂપિયા છે. 10-20 લોકો સાથે બકરીઓ લઈને જંગલમાંથી પસાર થાય છે. સફર તળાવ પર ખતમ થાય છે, જ્યાં સુંદર ચંદ્રમા દેખાય છે. 2. નાઈટ ટાઈમ રિવર ફ્લોટિંગ
મૈસેચ્યુસેટ્સના ઓરેનો સનરિવર રિસોર્ટ મહેમાનોને રાતના સમયે નૌકાવિહાર કરાવે છે. 2.5 કલાકની આ સફરમાં 6 ગાઈડ મદદ કરે છે. શાંત મોજાંને ચીરી બોટના અવાજનો અનુભવ યાદગાર બનાવે છે. પરત ફરતા હોટ ચોકલેટ રાહ જુએ છે. ફી 9700 રૂપિયા છે. 3. એસ્ટ્રોનોમર્સ સાથે સ્ટાર ગેજિંગ
​​​​​​​દરિયામાં ડાઇવિંગનો આનંદ માણતા પ્રવાસીઓ, ખગોળશાસ્ત્રીઓની મદદથી આકાશ વિશેની સમજ વધારી રહ્યાબકરીને વહાલ કરતાં પ્રવાસી• સેડોનાનો એનચેન્ટમેન્ટ રિસોર્ટ પર્યટકોને એસ્ટ્રોનોમર્સ સાથે ફરવાનું પેકેજ આપે છે. ટેલિસ્કોપની મદદથી ગ્રહ, નક્ષત્ર, ગેલેક્સીનાં સુંદર દૃશ્યો જોવા મળે છે. એસ્ટ્રોનોમર ડેનિસ કેસ્પર કહે છે કે લોકો થોડા વખત માટે આવે છે પણ બે કલાક સુધી રોકાઈને ટ્રિપ માણે છે. 4. નાઇટ સ્કાય ફોટોગ્રાફી વર્કશોપ
મિશિગનનો કેવિના માઉન્ટેન લોજ રાતનો ફોટોગ્રાફી વર્કશોપ રાખે છે. વર્કશોપમાં કલાપ્રેમીઓ અને વ્યવસાયિક લોકો સામેલ થાય છે. ટ્રેનર નેટ બેટ લોકોને લેન્સ સેટિંગ, કેપ્ચર કરવાની રીતો અને મદદરૂપ ટૂલ્સ વિશે જણાવે છે. ત્યારબાદ એક કલાક માટે ફોટોગ્રાફી સેશન હોય છે. વર્કશોપની ફી 6300 રૂપિયા છે. 5. દરિયામાં નાઇટ સ્નોર્કલિંગ
​​​​​​​કેરેબિયાઈ વિસ્તારોમાં રાત્રે દરિયામાં સ્નોર્કલિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ડોમિનિકાના 22-વિલા રિસોર્ટ લોકોને રહસ્યમય ખાડી પર લઈ જાય છે. એક્સોપાર બોટ અને ડાઇવિંગ લાઇટથી એડવેન્ચર થાય છે. બે લોકો માટે ફી 23 હજાર રૂપિયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.