દેવપુષ્પ મેડીકલ સ્ટોર, પેટસન ફાર્મા કંપની, ડિસ્ટ્રીબ્યુટર્સને દવાના નમુના ફેઇલ જતા 15.85 લાખનો દંડ
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા રૈયા રોડના દેવપુષ્પ મેડીકલ સ્ટોર, પંચનાથ પ્લોટના પેટસન ફાર્મામાંથી લેવામાં આવેલ ન્યુટ્રીશન અને ડાયેટરી ટેબ્લેટના નમુના મિસબ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થતા મેડીકલ સ્ટોર અને એજન્સીને 16 લાખનો દંડ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. દેવપુષ્પ મેડીકલ સ્ટોરના ભાગીદારો ઉપરાંત સ્ટોકીસ્ટ ઉત્પાદન કંપની અને પેઢીના સંચાલકોને આ દંડ કરાયો છે. આ ઉપરાંત પરાબજારની પેઢીમાંથી લેવાયેલા ગાયના ઘીમાં કૃત્રિમ ફેટ મળતા રૂા. પાંચ લાખ, કોઠારીયા રોડની નંદનવન ડેરીના દૂધમાં ભેળસેળ મળતા રૂા. ર0 હજાર સહિત ચાર કેસમાં કુલ 21 લાખનો દંડ એજયુડિકેટીંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલ દેવપુષ્પ મેડીકલ સ્ટોરમાંથી આલ્કેમ એ ટુ ઝેડ એનએસ પ્લસ, ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટ (1પનું પેકીંગ)નો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલાયો હતો. તેના રીપોર્ટમાં ફૂડ એડીટિવ્ઝને લગત ડીકલેરેશનમાં સ્પેસીફીક નેમ ઓર રેકગનાઇઝ ઇન્ટરનેશનલ નંબરીંગ સિસ્ટમ ફોર સિન્થેટીક ફૂડ કલર (કાર્મોઇસીન) દર્શાવેલ ન હોય નમૂનો "મિસબ્રાન્ડેડ ફૂડ" જાહેર થયેલ હતો. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા (1)નમુનો આપનાર પેઢી તથા પાર્ટનર પ્રજ્ઞેશભાઈ જયંતીલાલ સુચક (2) પાર્ટનર પ્રણવભાઈ ધીરજલાલ ઉનડકટ (3) રીટેલર હોલસેલર પેઢી દેવપુષ્પ મેડીકલ સ્ટોર (4)ડિસ્ટ્રિબ્યુટર પેઢીના માલિક અનિમેષ મહેશભાઇ દેસાઈ (5)હોલસેલર પેઢીના નોમિની નરેન્દ્રભાઈ અમૃતલાલ પંચાલ (6)ઉત્પાદક પેઢીના નોમિની રવીન્દર ચકિલમ તથા (7)ઉત્પાદક અને હોલસેલર પેઢી અલ્કેમ લેબોરેટરી લી. તમામને મળી કુલ રૂ.9,40,000ના દંડનો હુકમ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત 16/પંચનાથ પ્લોટમાં અરિહંત એપાર્ટમેન્ટમાં આવેલ પેટસન ફાર્મામાંથી પ્રો એ ટુ ઝેડ ડાયેટરી સપ્લીમેન્ટ ટેબ્લેટ (1પનું પેકીંગ)ના નમુનામાં વિટામિન-સીની માત્રા લેબલ પર દર્શાવેલ વિગતો કરતાં ઓછી મળી આવતાં નમુનો ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયો હતો. તેમજ લેબલ પર ઉપયોગ કરેલ ફૂડ એડીટીવ્ઝની વિગત દર્શાવેલ ન હોય નમૂનો "મિસબ્રાન્ડેડ" જાહેર થયેલ છે.
આ કેસ ચાલી જતા (1) નમુનો આપનાર દીપકકુમાર કેશુભાઈ પાંભર (2)નમુનો આપનાર પેઢીના માલીક નવનીતભાઈ કેશુભાઈ પાંભર (3) સ્ટોકિસ્ટ પેઢીના માલિક જીગ્નેશકુમાર કિશોરચંદ્ર શાહ (4)સુપર સ્ટોકિસ્ટ પેઢીના નોમિની રાકેશ મંડન (5)પ્રો-બાયોટેક સુપર સ્ટોકિસ્ટ પેઢી (6)ઉત્પાદક પેઢીના નોમિની સોની ધર્મેશ કિરીટકુમાર તથા (7)ઉત્પાદક પેઢી મેકસ ન્યુટ્રાસ્યુટીકલ્સ તમામને મળી કુલ રૂ.6,45,000નો દંડનો હુકમ કરાયો છે.
પરાબજાર દાણાપીઠમાં આવેલ વોલ્ગા કોર્પોરેશનમાંથી નયનદીપ શુધ્ધ ઘીનો નમુનો 1પ કિલોના પેકીંગમાંથી લઇને પરીક્ષણમાં મોકલાતા રી-એનાલિસિસ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થવાથી (1)નમુનો આપનાર પેઢીના ભાગીદાર તથા નોમિની ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી તથા (2) (ઉત્પાદક, પેકર્સ, માર્કેટર, હોલસેલર, રિટેઈલર-પેઢી) વોલ્ગા કોર્પોરેશનને મળી કુલ રૂ.5,00,000ના દંડનો હુકમ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા દુકાન નં. 3, ગોકુલ પાર્ક, રણુજા મંદિર પાસે, કોઠારીયા રોડ પર આવેલ નંદનવન ડેરીમાંથી મિકસ મિલ્ક લુઝના લેવાયેલા નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયો હતો. જે અંગેના કેસમાં (1)નમૂનો આપનાર પેઢીના સંચાલક ભરતભાઈ મનુભાઈ ભુવા (2) રિટેલર પેઢીના માલિક, પરવાનેદાર પ્રતિકભાઈ વિનુભાઇ વસાણીને મળી કુલ રૂ.20,000નો દંડ કરવામાં આવ્યો છે.
(1) દેવપુષ્પ મેડીકલ સ્ટોર-9.40 લાખ
(2) પેટસન ફાર્મા -6.45 લાખ
(3) વોલ્ગા કોર્પોરેશન -પાંચ લાખ
(4) નંદનવન ડેરી -20 હજાર
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.