શ્રાવણ માસમાં ફરાળી વાનગી વેંચતા ધંધાર્થીઓને ત્યાં ડ્રાઇવ શરૂ : 18 દુકાનોમાં ચેકીંગ : જમીન પર પડેલી પેટીસના નમુના લેવાયા
શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે દુકાનોમાં વેંચાતી ફરાળી વાનગી અને લોટ સહિતની વસ્તુઓની ગુણવત્તા ચકાસવા ચેકીંગ ઝુંબેશ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કરી દીધી છે. ગઇકાલે જુદા જુદા વિસ્તારમાં 18 દુકાનોમાં ચેકીંગ કરતા 150 ફુટ રોડ પાછળ તુલસી બાગ સામે આવેલ ફરસાણની દુકાનમાંથી બિનઆરોગ્યપ્રદ રીતે રાખવામાં આવેલી 140 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો છે.
ફરાળી વાનગીમાં ભેળસેળ, બેદરકારીથી માલના સંગ્રહ, હાઇજેનિક કંડીશન સહિતની બાબતે તપાસ કરવા કમિશ્ર્નરે આદેશ આપ્યો છે. જેના પગલે આ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પવિત્ર શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમા ઉપયોગ થતો હોય, ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક, વિક્રેતાઓની કુલ 18 પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રાવણની શરૂઆતમાં તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ પર આવેલ ‘જલારામ નમકીન’ પેઢીની તપાસ કરતાં અનહાઈજેનિક કન્ડિશનમાં ફરાળી પેટીશનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત પેટીસનો જથ્થો બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ હોવાનું માલૂમ પડતાં પેટીસનો 140 કિલો જથ્થો સ્થળ પર નાશ કરી દેવામાં આવ્યો હતો.
આ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.