લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ સરદાર પટેલ સંકુલ ભાવનગર લેઉવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર - At This Time

લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ સરદાર પટેલ સંકુલ ભાવનગર લેઉવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર


ભાવનગર લેઉવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ભાવનગરમાં શિક્ષણક્ષેત્રે પ્રથમ હરોળની સંસ્થા સરદાર પટેલ સ્કુલ કાળીયાબીડ ભાવનગર ખાતે અભ્યાસ કરતા તેમજ નવા એડમિશન મેળવનાર લેઉવા પટેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક વર્ષ - ૨૦૨૪ -૨૫ થી નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવશે. લેઉવા પટેલ જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને સ્કુલ ફી માં ૨૦% ની સ્કોલરશીપ.લેઉવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફક્ત વાર્ષિક રૂ.૮૦૦૦/- માં રહેવા જમવા સાથેની ઉત્તમ સુવિધા સાથેની હોસ્ટેલ વ્યવસ્થા (ધોરણ -૭ થી કોલેજ સુધી) પિતાની છત્ર છાયા ગુમાવેલ લેઉવા પટેલ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કુલ ફી માં ૧૦૦% સુધીની સ્કોલરશીપ લેઉવા પટેલ જ્ઞાતિના વાલીને સંતાનમાં ફક્ત એક અથવા બે દીકરીઓ જ હોય તેમને સ્કુલ ફી માં ૫૦% સ્કોલરશીપ GPSC/UPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ટોકન ફી માં અદ્યતન સુવિધા યુક્ત કમ્પ્યુટર લેબ સાથેની AC લાઈબ્રેરી ની ઉત્તમ સુવિધા શિક્ષણ જ્યારે મોંઘું થઈ રહ્યું છે ત્યારે લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ આપના બાળકોના સપનાઓને સાકાર કરવા હર હંમેશ તૈયાર છે.લેઉવા પટેલ સમાજના જ્ઞાતિ બંધુઓને ખાસ અનુરોધ છે કે લેઉવા પટેલ સમાજના વધુ માં વધુ દીકરા - દીકરીઓ સુધી આ વાત પહોંચાડશો જેના થકી આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી  ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકશે.આવો સાથે મળીને સમાજના બાળકોને શિક્ષિત  દીક્ષિત અને વિકસિત બનાવીએ.સૌજન્ય લેઉવા પટેલ વિકાસ ટ્રસ્ટ ભાવનગર નોંધ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.તેમ દિનેશભાઇ નાવડીયા એ જણાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.