જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવતા જસદણના યુવા સામાજિક કાર્યકર મોહિતભાઈ મજેઠીયા - At This Time

જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવતા જસદણના યુવા સામાજિક કાર્યકર મોહિતભાઈ મજેઠીયા


છેલ્લા ૧૩ વર્ષથી જસદણ શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા અને "જન્મદિવસ એજ સેવા દિવસ" ના સુત્ર ને સાર્થક કરતા જસદણ શહેર ના યુવા સામાજિક કાર્યકર મોહિતભાઈ મજેઠીયા એ પોતાના જન્મદિવસ નિમિત્તે ગાયમાતાને ઘાસચારો ખવરાવી ને સેવાકાર્ય શરૂ કરેલ અને ચુનારાવાડ વિસ્તારના નાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી તેમજ જસદણ ના ગોકુળ ચોક વિસ્તારની આંગણવાડીના નાના નાના ભુલકાઓ ને નાસ્તાનુ વિતરણ કર્યુ અને યુવા મિત્રો પોતાના જન્મદિવસ નિમિત્તે હજારો રૂપિયા નો વેડફાટ બર્થ-ડે પાર્ટીમાં કરતા હોય છે ત્યારે જન્મદિવસ નિમિત્તે થઈ શકે એટલું સેવાકાર્ય પણ કરવું જોઈએ જેવા સંદેશા સાથે મોહિતભાઈ અવાર નવાર સેવાકીય કાર્યો કરતા હોય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.