FIR બાદ નિખિલ પટેલ દિલ્હીથી મુંબઈ પરત ફર્યો:રિપોર્ટમાં પત્ની દલજીત કૌરે નિખિલ પર ટોર્ચર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે - At This Time

FIR બાદ નિખિલ પટેલ દિલ્હીથી મુંબઈ પરત ફર્યો:રિપોર્ટમાં પત્ની દલજીત કૌરે નિખિલ પર ટોર્ચર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે


ટીવી એક્ટ્રેસ દલજીત કૌર તેના લગ્નજીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેનો પતિ નિખિલ પટેલ તેની ગર્લફ્રેન્ડ સફિના સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો. હોટલમાં એકસાથે પ્રવેશતા તેમની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. જે બાદ નિખિલ પટેલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતો. આ ઘટના બાદ દલજીતે મુંબઈ પોલીસમાં નિખિલ વિરુદ્ધ FIR નોંધાવી છે. એફઆઈઆર દાખલ થયા બાદ નિખિલ પટેલ દિલ્હી ગયો હતો પરંતુ હવે મુંબઈ પાછો ફર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક ટીવી એક્ટ્રેસે તેને દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટમાં જોયો હતો. જોકે, નિખિલ પટેલ હજુ સુધી પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. નોંધનીય છે કે, દલજીત કૌરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 316(2) હેઠળ એફઆઈઆર નોંધાવી છે. બે દિવસ પહેલા (4 ઓગસ્ટ) અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. તેના પતિને બીજી સ્ત્રી સાથે જોઈને તે ખૂબ જ દુ:ખી થઈ ગઈ. થોડા દિવસો પહેલા તેણે લગ્નની તસવીરો શેર કરતી એક લાંબી પોસ્ટ પણ લખી હતી, જે બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી. નિખિલ પટેલ જીએફ સાથે મુંબઈ પહોંચ્યો હતો
1 ઓગસ્ટના રોજ, નિખિલ પટેલ તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. નિખિલનો જન્મદિવસ 2જી ઓગસ્ટે હતો, જે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે મુંબઈમાં સેલિબ્રેટ કર્યો હતો. મહત્ત્વનું છે કે, 2023માં દલજીતે કેન્યાના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. જો કે, માત્ર આઠ મહિના પછી, તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ દેખાવા લાગી. દલજીતે આરોપ લગાવ્યો હતો કે નિખિલે લગ્નને કાયદેસર તરીકે સ્વીકાર્યું ન હતું અને તેણે માત્ર સામાજિક રિવાજ ગણાવીને છેતરપિંડી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.