દેશમાં મોનસૂન ટ્રેકર:રાજસ્થાનમાં ડેમ ઓવરફ્લો થતા બસ તણાઈ; હિમાચલમાં 87 રસ્તાઓ બંધ; આજે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશના તમામ ભાગોમાં ચોમાસુ ખૂબ જ સક્રિય છે. રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. મંગળવારે (6 ઓગસ્ટ) સવારે ટોંકમાં ટોરડી સાગર ડેમ ઓવરફ્લો થવાને કારણે, ડેમના પાણીના ભારે વહેણમાં રોડવેઝની બસ તણાઈ ગઈ હતી. ડ્રાઈવર ગુમ છે. મુસાફરો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. રાજસ્થાનમાં ભારે વરસાદના ભયને કારણે આજે 7 જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદના કારણે 11 લોકોના મોત થયા છે. પુષ્કર સરોવર (અજમેર) ઓવરફ્લો થવાને કારણે નજીકની હોટલો અને મકાનોને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે 87 રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં 6, 7 અને 8 ઓગસ્ટે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. તંત્રએ લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી છે. IMD મુજબ આજે 20 રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં યલો એલર્ટ છે. ઉત્તરાખંડમાં 17 હજારનો બચાવ, પુણેમાં પૂર, મિઝોરમમાં 12 ઓગસ્ટ સુધી એલર્ટ ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડ અને પૂરથી અસરગ્રસ્ત 17 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાં કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત પુલ, પડી ગયેલા ઈલેક્ટ્રીક પોલ અને કોમ્યુનિકેશન લાઈનોને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જેમાંથી 2 યાત્રાના રૂટ પર મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રઃ પુણે જિલ્લામાં પણ પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મુથા નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે એકતા નગરમાં પાણી ફરી વળ્યા છે. આર્મી, NDRF અને સિવિલ એડમિનિસ્ટ્રેશનની ટીમો અહીં તહેનાત છે. લોકોને ખાવા-પીવાની વસ્તુઓ આપવામાં આવી રહી છે. સીએમ એકનાથ શિંદે પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મિઝોરમ: હવામાન વિભાગે પણ મિઝોરમમાં 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારે વાવાઝોડું અને વીજળી પડવાની પણ શક્યતા છે. રાજ્ય સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ઈમરજન્સીમાં, ટોલ ફ્રી નંબર 112/1070 પર સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. દેશભરમાંથી વરસાદની તસવીરો... 7 ઓગસ્ટે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, બે રાજ્યોમાં 12 સેમીથી વધુ વરસાદ રાજ્યોમાં હવામાનની સ્થિતિ... પંજાબઃ 17 જિલ્લામાં વરસાદનું એલર્ટ, 2 દિવસ સુધી હવામાન ખરાબ રહેશે પંજાબમાં મંગળવારે (6 ઓગસ્ટ) એટલે કે આજથી બે દિવસ સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે (IMD) રાજ્યમાં યલો એલર્ટ આપ્યું છે. જો કે, વરસાદ માત્ર પઠાણકોટ, ગુરદાસપુર અને હોશિયારપુર સુધી મર્યાદિત રહેશે. આ દરમિયાન પંજાબના શહેરોમાં સરેરાશ તાપમાન 28 થી 36.6 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. છત્તીસગઢઃ આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, અત્યાર સુધી સામાન્ય કરતાં 11% વધુ વરસાદ છત્તીસગઢના 9 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે (6 ઓગસ્ટ)ના રોજ સુરગુજા, જશપુર, કોરિયા, સૂરજપુર, બલરામપુર, બિલાસપુર, મુંગેલી, કોરબા, બેમેટારા જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હરિયાણા: આવતીકાલથી ચોમાસું પાછું ફરશે, મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ; 24 કલાકમાં 3 જિલ્લામાં વરસાદ બુધવાર (7 ઓગસ્ટ)થી ફરી એકવાર ચોમાસું હરિયાણામાં પરત ફરી શકે છે. 6 ઓગષ્ટની સાંજથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે હરિયાણાના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ જિલ્લા ગુરુગ્રામ, મહેન્દ્રગઢ અને પંચકુલામાં વાદળછાયું વાતાવરણ હતું. અહીં 1 થી 0.5 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.