અંબાજી ધામમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે રામેશ્વર મહાદેવમા બરફના અમરનાથ બનાવવામાં આવ્યા, શિવ મંદિરોમાં શિવ ભક્તિ જોવા મળી
શક્તિપીઠ અંબાજી માં અંબા નું પવિત્ર શક્તિપીઠ છે.સાથે-સાથે અંબાજી ખાતે 12 થી વધુ શિવાલયો આવેલા છે. અંબાજીમાં આવતા ભકતો માતાજીના દર્શન કરીને શિવ મંદિરના દર્શન અચૂક કરતા હોય છે. અંબાજી આસપાસ ઘણા બધા શિવાલયો આવેલા છે ,ત્યારે અંબાજીના કુંભારિયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પહેલા સોમવારે અને પ્રથમ દિવસે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામમાં પ્રાચીન અને પૌરાણિક રામેશ્વર મહાદેવ આવેલ છે. આ મંદિર ખાતે વહેલી સવારે ભક્તો પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરે છે અને સાંજે આ શિવલિંગ પાણીમાં પધરાવી દે છે. શ્રાવણ માસમાં માટીના નાના નાના શિવલિંગ બનાવીને પાર્થેશ્વર શિવલિંગનું પૂજન અર્ચન કરાય છે. અંબાજી ખાતે રામેશ્વર મહાદેવ માં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી અને બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. તમામ ભક્તોને ફરાળી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ભાગ્યેશ ભાઈ શાસ્ત્રી, દીપકભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવની આરાધના કરતા જોવા મળ્યા હતા.
નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.