બોટાદ શહેરમાં આવેલ ખસ રોડ માર્ગ બિસ્માર હાલત વાહન ચાલકો પરેશાન : બોટાદ શહેરમાં ઠેર ઠેર ખાડા પૂરવા શહેરીજનોની માંગ - At This Time

બોટાદ શહેરમાં આવેલ ખસ રોડ માર્ગ બિસ્માર હાલત વાહન ચાલકો પરેશાન : બોટાદ શહેરમાં ઠેર ઠેર ખાડા પૂરવા શહેરીજનોની માંગ


સાળંગપુર રોડ થી મિલેટ્રી રોડ સુધી નો ખસ રોડ માર્ગ અતિ બિસ્માર બન્યો છે. આ રોડ નો ઉપયોગ રાણપુર તાલુકા બરવાળા તાલુકા તેમજ અન્ય ગામોને લગતો મુખ્ય માર્ગ કહી શકાય આ રોડ ઉપર અનેક કચેરીઓ જિલ્લા પંચાયત, જિલ્લા કલેકટર ઓફિસ, ન્યાય કોર્ટ, સ્કૂલો, દરગાહ જેવી અનેક ઇમારતો આવેલી છે. આ રોડ નો મોટાભાગે વાહન ચાલકો ઉપયોગ કરે છે તમામ લોકોનું કેવું છે કે તાત્કાલિક ધોરણ આ રોડનું સમારકામ કરવામાં આવે તેમજ કામ શરૂ છે તેને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અહીં ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. ખાડાઓ પુરવા માટે વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.ખસ રોડ પાછલા કેટલાક સમયથી અતિ બિસ્માર હાલતમાં છે. જેના કારણે નાના-મોટા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ આવા અનેક સવાલો ઉભા થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.