આબુરોડ અંબાજી વચ્ચે લક્ઝરી નદીમાં ખાબકતાં દેરોલના 55ને ઇજા
(રિપોર્ટર જાકીર હુસેન મેમણ)
આબુરોડ અંબાજી વચ્ચે લક્ઝરી નદીમાં ખાબકતાં દેરોલના 55ને ઇજા
રણુંજા દર્શન કરી સુંધા માતાથી પરત ફરી રહ્યા હતા, સુરપગલા નજીક લક્ઝરી નદીમાં ખાબકી, બે લોકો ગંભીર
હિંમતનગરના દેરોલના દેરોલ પહાડિયા ભક્ત ચંદ્રાબા મંડળના 55 શ્રદ્ધાળુઓ રણુંજા દર્શન કરી સુંધા માતા થઈ શનિવારે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન બપોરે આબુરોડથી અંબાજી વચ્ચે સુરપગલા નજીક લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ નીચે નદીમાં ખાબકતાં 55 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. તે પૈકી પરમાર યશપાલસિંહ લાલસિંહ અને તેમના પત્નીને વધુ ઇજાઓ થઈ છે.
દેરોલના મંદિરનું દેરોલ પહાડિયા ભક્ત ચંદ્રાબા મંડળના 55 શ્રદ્ધાળુઓ ગુરુવારે તલોદના બડોદરાની લક્ઝરી ભાડે કરી મંડળના પ્રમુખ ઝીંદુસિંહ પરમાર ચંપકસિંહ નેનસિંહ પરમાર, રજુસિંહ પરબતસિંહ પરમાર, સજ્જનસિંહ લાલસિંહ પરમાર, યશપાલસિંહ લાલસિંહ પરમાર, અંદરસિંહ દીપસિંહ પરમાર, વિક્રમસિંહ ડી. પરમાર, સંગીતાબા કરણસિંહ પરમાર, કેસરબા અંદરસિંહ પરમાર, આનંદબા વિક્રમસિંહ પરમાર, અરુણાબેન ગિરીશભાઈ પટેલ સહિત 55 શ્રદ્ધાળુઓ રણુંજા દર્શન કરી પરત આવવા દરમિયાન સુંધા માતા મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાંથી શનિવારે પરત આવતા હતા. તે દરમિયાન આબુરોડ અંબાજી વચ્ચે સુરપગલા નજીક વળાંક અને ઢોળાવ વાળા રસ્તાને લઇ લક્ઝરીના ચાલકે કાબુ ગુમાવતા લક્ઝરી નદીમાં ખાબકતાંદોડી આવેલા લોકોએ અને રાજસ્થાન પોલીસે ખાનગી વાહનો તથા 108માં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે
ખસેડ્યા હતા. દેરોલના લાલસિંહ પરમારે જણાવ્યું કે બપોરે અઢીથી ત્રણની વચ્ચે અકસ્માત થયાની ખબર પડી છે. યશપાલસિંહ લાલસિંહ પરમાર અને તેમની પત્નીને વધુ ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગામમાંથી લોકો આબુરોડ જવા નીકળી ગયા છે તેમના પહોંચ્યા પછી ચોક્કસ ખબર પડે તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.