જનડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો સાથે આનંદ મેળો યોજાયો - At This Time

જનડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો સાથે આનંદ મેળો યોજાયો


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની માર્ગદર્શિકા મુજબ શાળામાં કલા, મનોરંજન સાથે જ્ઞાન, જીવન વ્યવહારમાં ઉપયોગી કૌશલ્ય, સર્જનાત્મકતા, મૌલિકતા,સહકાર, નેતૃત્વ, લોકશાહીમાં ભાવના અને વ્યવસાયિક હસ્તકલા જેવી વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ અને બેગલેસ દિવસને પ્રોત્સાહન આપવા ધોરણ 1 થી 5 માં બાળ મેળો અને ધોરણ 6 થી 8માં લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જનડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં બાળમેળાનું આયોજન કરાયું આ બાળમેળા ના ભાગરૂપે શાળામાં માટી કામ, છાપકામ, કાતરકામ, ચિટક કામ, ઘડીકામ, રંગપૂરણી, કાગળ કામ, વેસ્ટ માંથી બેસ્ટ, ગણિત ગમ્મત, અને વેશભૂષા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કુલ-૫ વિભાગમાં કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જનડા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરાયું આ લાઈફ સ્કીલ મેળાના આયોજનના ભાગરૂપે શાળામાં હાથ ઉપર મહેંદી લગાવવી, કેશ-કલા ગુંથણ, ફૂલમાંથી હાર બનાવવા, ખાખરાના પાનમાંથી વાટકા અને ડીશ બનાવવી, દોરામાંથી દોરી વણવી, ગુંથણ કામ, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, કાગળમાંથી જુદા જુદા રમકડા બનાવવા, મોતી કામ, અને ઉન ગુંથણ તેમજ કાગળ માંથી વિવિધ પ્રકારના ઝુમ્મર બનાવવા, કુકર બંધ કરવું, ઈસ્ત્રી કરવી, બટન ટાંકવા, કપડા સંકેલવા તેમજ નર્સરી, બીજારોપણ, છોડરોપણ વગેરે જેવી પર્યાવરણીય પ્રવૃત્તિ જેવી અલગ અલગ 14 વિભાગમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આમ જનડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળાના આયોજનથી વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.