પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો - At This Time

પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો


પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

બોટાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે અમાસ નુ ખૂબ મહાતમ છે...
વિહળધામ એ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના ધજાગરા ભજન ભોજન અને ભક્તિ રૂપી ઉભા છે.અહીં રોટલો 'ને ઓટલો ચોવીસે કલાક મળી રહે છે
પૂજ્ય શ્રી વિસામણબાપુએ વર્ષો પહેલા ધી ગોળ અને ચોખા નો પ્રસાદ સદાવ્રત શરૂ કરેલ , તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રધ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દિનદુખીયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે.
પૂજ્ય શ્રી ઉનડબાપુ એ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા છે.જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય, એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે... પાળીયાદના શ્રધ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે વધતી વધતી એક લાખથી ઉપર પહોંચી ગઈ છે
અમાસના દિવસે પાળીયાદમાં લોક મેળા જેવો માહોલ હોય છે.
લોકો આવે છે, પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે
પાળીયાદના ઠાકરને રોકડીયા ઠાકર કહેવામાં આવે છે , જે ભક્તોનાં મનની ઈચ્છા તરત પુરી કરે છે.હાલના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના જન્મ સ્થળ ઓરડાનાં દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા, કે જ્યાં ૭૫૦થી વધુ ગાયો રાખેલ છે, એની મુલાકાત લે છે. ગૌમાતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે, અશ્વશાળાની મુલાકાત લે છે ત્યારબાદ ભોજન- પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે.પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રીના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે આજ રોજ તા.૦૪/૦૮/૨૦૨૪ ને અમાસ નિમિતેની રસોઈ- પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરીવાર સેવક દાતાશ્રી
(૧) શ્રી ભગવાનભાઈ સવજીભાઈ વસ્તપરા અમરકૃપા મારબલ બાબરા અમરદીપ મારબલ સુરત (૨) સ્વ.જેરામભાઈ નારણભાઈ રામાણી પરીવાર મુ ફાડદંગ હાલ રાજકોટ (૩) જયોતિબેન જયેશભાઈ લખમાણી મુ.વિરમગામ હાલ ગાંધીનગર

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.