હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ની હદમાંથી ગાંધીનગર તથા મહેસાણા જીલ્લાના નાસતા ફરતા આરોપીને દેશી બનાવટની બંદુક સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી
સાબરકાંઠા જીલ્લામાં એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ
સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી.એ.જી.રાઠોડ એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારના એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઈ બ.નં-૫૬૨ નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે હિંમતનગર થી વિજાપુર જતા હાઈ વે રોડે આવેલ એગ્રીક્લચર વેલ્ડીંગ વર્કસની સામે સતનગર ગામની સીમમાં કેનાલવાળા કાચા રસ્તા ઉપરથી આરોપી રમઝાનભાઈ હુસેનભાઈ ડફેર રહે.સરકારી પશુ દવાખાનાની પાછળ, વિજાપુર તા.વિજાપુર જી.મહેસાણાવાળાના કબજા ભોગવટા
માંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક કિ.રૂ.૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં સદરી આરોપી
વિરૂધ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ (નાસતો ફરતો)
(૧) મહેસાણા જીલ્લાના વિજાપુર પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૨૦૬૦૭૪૨૪૦ ૩૯૯/૨૦૨૪ બી.એન.એસ.એક્ટ કલમ-૩૨૬ (જી)૩૫૨, ૩૫૧(૨), ૧૧૫(૨) જી.પી.એક્ટ કલમ-૧૩૫
(૨) ગાંધીનગર જીલ્લાના માણસા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૨૧૬૦ ૦૯૨૪૦૪૧૩/૨૦૨૪ ઈ.પી.કો
કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૦૩,૧૧૪, ૧૩૫
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ
(૨) વા.ઓ. વિશાલ નંદલાલ
(૩) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ
(૪) આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ
(૫) ડ્રા.પો.કોન્સ. સુનિલ જયંતિલાલ
રિપોર્ટર . હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.