નેત્રંગ તાલુકા પંચાયતના મામલે કોંગ્રેસ અગ્રણી બાદ ભારતીય જનતા પાર્ટીના મહીલા તાલુકા પંચાયતના પ્રમુખ ની પ્રતીક્રિયા સામે આવી.
નેત્રંગ તાલુકા પંચાયતમા કોંગ્રેસ અગ્રણીએ ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યા હતા. જેને લઇ નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દ્વારા આજરોજ પ્રતી ક્રિયા આપી કોંગ્રેસ અગ્રણીના આક્ષેપ નું ખંડન કર્યું હતું અને તેઓ જણાવ્યું હતું કે ખોટી વાતો કરી આદિવાસી લોકો ને ગુમરાહ કરે છે અને વિકાસ થી વંચિત રાખવા માગે છે રાજકીય રીતે પોતાના રોટલા સેકી રહ્યા છે એવા આક્ષેપ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા અને અમે નેત્રંગ તાલુકાના ૩૯ ગામો મા વિકાસના કામો કર્યાં છે અને વધુમાં તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા તેઓ કરેલા વિકાસ મા કામો ગણાવ્યાં અને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા જુઠાણું ફેલાવી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહ્યા છે તેમજ કોંગ્રેસ અગ્રણી ની તમામ વાતોનું ખંડન કર્યું હતું.આમ કોંગ્રેસ અગ્રણી ના આક્ષેપ બાદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ની પ્રતીક્રિયા આવતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.