નકલી સમાચારો દ્વારા હિંસા:બ્રિટનમાં બાળકીઓનાં મોત પર 7 દિવસથી ભડકેલી હિંસાની આગ આખા દેશમાં ફેલાઈ
બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં ગયા અઠવાડિયે ત્રણ યુવતીઓનાં છરી વડે કરાયેલા હુમલાથી મોત થયા બાદ શરૂ થયેલો હિંસક વિરોધ હજુ પણ ચાલુ છે. હવે તે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. સોમવારથી, 15 વધુ જમણેરી પક્ષોએ વહીવટીતંત્રને વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. જેના કારણે વિરોધ વધુ હિંસક બને તેવી શક્યતા છે. બ્રિટન રેડ એલર્ટ પર છે. અત્યાર સુધીમાં 200થી વધુ પોલીસકર્મી અને લગભગ 150 લોકો ઘાયલ થયા છે. નકલી સમાચારો દ્વારા હિંસા ફેલાઈ: સાઉથપોર્ટની એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં છોકરીઓની હત્યા માટે મુસ્લિમ પ્રવાસી સામે આરોપ લગાવ્યો હતો. જેના કારણે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક પ્રદર્શનને નિયંત્રિત કરવું એ તાજેતરમાં જ વડાપ્રધાન બનેલા સર કીર સ્ટાર્મર માટે મોટો પડકાર બની રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.