બેફામ વેરો અને હલકી સુવિધા નો જવાબ આગામી ચૂંટણીમાં લોકો આપશે
બેફામ વેરો અને હલકી સુવિધા નો જવાબ આગામી ચૂંટણીમાં લોકો આપશેવિસાવદર નગરપાલિકાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આવેલી ગ્રાન્ટ અને તેના વપરાશ અંગેની આર.ટી.આઇ. સાથે કૌભાંડો બહાર આવવાની તૈયારી છે સાથે સાથે અસહ્ય કરવેરાથી પ્રજા હવે આ શાસનથી ત્રાહિમામ થઈ ગઈ હોય એવું લોકો માં ચર્ચાઇ રહ્યું છે.
ગટર યોજનામાં કૌભાંડ કરી હવે ગટર વેરો ઉઘરાવવા નીકળેલી વિસાવદર નગરપાલિકાએ કેટકેટલી જગ્યાએ તો સરકારી નિયમ મુજબ કુંડી નથી બનાવી તો કેટલીક જગ્યાએ ચાર પાંચ ઘરો વચ્ચે એક કુંડી બનાવી છે લોકો એમ કહે છે સુવિધાઓ આપીને કરવેરો ઉઘરાવે તો યોગ્ય લાગે પણ વિસાવદર નગરપાલિકા એ તો સુવિધા હલકા પ્રકારની અને કર ઉંચા પ્રકારનો લેવામાં આવે છે જીવાપરા વિસ્તારમાં તો કેટલીક જગ્યાએ તો સીધા પાઈપો જ બેસાડી દીધા છે.ગટર યોજના એ આ સરકારનો સૌથી મોટું ખિસ્સા ભરવાનો તેમજ કોન્ટ્રાકટરો માટે દૂઝણી ગાય સમાનની યોજના હોય એવું લાગે છે.ગટર યોજનાની કામગીરી હલકી હોવાનુ પણ દેખાય આવે છે.પણ પ્રજાની હવે સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે.અસહય કરવેરો અને સગવડતા આપવામાં નિષ્ફળતા એ દિશાવિહીન અનુશાસન નો દાખલો છે.ત્યારે આગામીનગર પાલિકા ની ચૂંટણી મા વિસાવદર ની જનતા જવાબ આપશે
રિપોર્ટ હરેશ મહેતા
મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.