બોટાદ જિલ્લા ખાતે જન્મનાર દીકરીઓના માતા-પિતાને દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે, સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ દરમ્યાન ''નારી વંદન સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. ૨/૮/૨૦૨૪ ના રોજ જન્મનાર દીકરીને આવકારવા દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં જરૂરી વસ્તુઓનો સમાવેશ કરી બોટાદ જિલ્લામાં જન્મનારી દીકરીઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એ.કે.સિંહ અને ડીસ્ટ્રીક્ટ ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર અને મેડિકલ ઓફિસર પી એન.ડી.ટી ડો બી. કે. વાગડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો જયદીપ કણઝરિયા, જિલ્લા એડવાઈઝરીના પ્રમુખ ચંદ્રકાંતભાઇ સાવલિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.