પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ ભાવનગર ડિવિઝનના ઢસા-જેતલસર-ગોંડલ-રાજકોટ રેલ ખંડનું સલામતી નિરીક્ષણ કર્યું
(ચેતન ચૌહાણ દ્વારા બોટાદ)
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ શનિવારે ભાવનગર ડિવિઝનના શાખા અધિકારીઓ સાથે ઢસા-જેતલસર-ગોંડલ-રાજકોટ સેક્શનના વિન્ડો ટ્રેઇલિંગ સેફ્ટી ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે સંરક્ષાને લગતા વિવિધ પાસાઓનો વિગતવાર સ્ટોક લીધો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી હતી. ઢસા-જેતલસર-રાજકોટ સેક્શનના વિન્ડો ટ્રેઈલીંગ સેફ્ટી ઈન્સ્પેકશન દરમિયાન જનરલ મેનેજરએ ઢસા સ્ટેશન અને ગોંડલ સ્ટેશન પર યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અને સંબંધિત અધિકારીઓને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી હતી.જનરલ મેનેજર દ્વારા નિરીક્ષણ દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને ડિવિઝનના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.