NASAએ શેર કર્યો ડરામણો વીડિયો:ભારત સહિત આખી દુનિયા પર ‘સંકટ’નાં વાદળ છવાયાં, ગ્લોબલ વોર્મિંગનું વધ્યું જોખમ
ગ્લોબલ વોર્મિંગને કારણે ધરતીનું તાપમાન વધતું જઈ રહ્યું છે. મોટા ભાગના વિકસિત દેશ વધારેમાં વધારે માત્રામાં કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી અંતરિક્ષ એજન્સી (NASA)એ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં આખી દુનિયા પર કાર્બનડાયોક્સાઇડ(Co2)નાં વાદળ જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારત સહિત આખી દુનિયામાં કાર્બનડાયોક્સાઇડનાં વાદળ છવાયેલાં છે. આ દેશમાં કાર્બનનું જબરદસ્ત ઉત્સર્જન થઈ રહ્યું છે
આ મેપ ખાસ કોમ્યુટર અને મોડલ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઇ રીતે કાર્બનડાયોક્સાઇડ આપણા વાયુમંડળમાં મિશ્ર થઈ રહ્યો છે. નાસાના વૈજ્ઞાનિક લેસલી ઓટના જણાવ્યા પ્રમાણે, ચીન અમેરિકા અને દક્ષિણ એશિયામાંથી સૌથી વધારે કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે. GEOS મોડલ દ્વારા જાણકારી મળી
કાર્બનડાયોક્સાઇડનો આ નકશો GEOS (ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ) નામના મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. GEOS એ સુપર કૉમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઇ-રિઝોલ્યૂશન વેધર રિએનાલિસિસ મોડલ છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ કેવી ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત થાય છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. યુદ્ધમાં ફેલાઈ રહેલી આગથી વધી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ
આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે. નાસાના રિપોર્ટ અનુસાર મે 2024માં વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગનું વધતું જોખમ
પૃથ્વી પરના માનવીઓ માટે કાર્બન પણ ઑક્સિજન જેટલો જ મહત્ત્વપૂર્ણ છે. કાર્બન બિલ્ડીંગ બ્લોકનું કામ કરે છે એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરે છે. પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધુ વધશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.