જસદણ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તામાં પડેલ ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાઇ
ચોમાસા સિઝનના વરસાદના કારણે જસદણ પંથકમાં અનેક વિસ્તારોમાં રોડ ઉપર ખાડાઓ પડેલ છે અને ગંદકીનો, રોગચાળાનો રાફડો ફાટ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જસદણ પંથકમાં અલગ અલગ વિસ્તારમાં પડેલ ખાડાઓને પુરવાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી કરતા મીડિયા દ્વારા પૂછતા જણાવ્યું હતું કે "ભારતીય જનતા પાર્ટી ની સત્તા હોવા છતાં તે લોકો કામગીરી નથી કરી શકતા અને જસદણમાં અનેક મોટા નેતાઓ અને હોદ્દેદારો દ્વારા આ પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતોની ચિંતા નથી ત્યારે અમારી આમ આદમી પાર્ટી ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરી રહી છે લોકો ને રોડ રસ્તા પાણી લાઈટ મળી રહે તે વિચારધારા ને ધ્યાનમાં લઈને આ ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે આ ખાડા પૂરવાની કામગીરીમાં આવતો તમામ સામાન અમે અમારા સ્વખર્ચે લીધેલ છે અને જ્યાં સુધી માલ સામાન પૂરો નહીં થાય ત્યાં સુધી અમે જસદણના જેટલા ખાડાઓ પુરાય તેટલા ખાડા પૂરવાની કામગીરી કરીશું."
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.