કારગીલમાં ઈમારત ધરાશાયી થતાં 12 ઘાયલ:કેટલાક લોકો દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ ચાલુ; બિલ્ડિંગના નીચેના ભાગમાં કંસ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું હતું - At This Time

કારગીલમાં ઈમારત ધરાશાયી થતાં 12 ઘાયલ:કેટલાક લોકો દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ ચાલુ; બિલ્ડિંગના નીચેના ભાગમાં કંસ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું હતું


​​​​​​લદ્દાખના કારગિલના કબાડી નાળા વિસ્તારમાં શનિવારે સવારે એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સવારે 3.45 વાગ્યે બની હતી જ્યારે બિલ્ડિંગના નીચેના ભાગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માહિતી મળતાં જ લદ્દાખ પોલીસ, ભારતીય સેના, બાસિજ-એ-ઇમામ, અલરિઝા ટીમ અને એમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા તેની માહિતી હજુ સુધી મળી નથી. જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યાં ઉંચાઈ પર ઈમારત બનાવવામાં આવી છે. નીચે રોડ કિનારે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તસ્વીરોમાં એક JCB મશીન પણ કાટમાળમાં દટાયેલું દેખાય છે. દુર્ઘટનાની તસવીરો... લેહમાં ભારે વરસાદને કારણે 450 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ હતી
લદ્દાખના લેહના ખાર્યોકમાં ગયા વર્ષે 9 જુલાઈએ ભારે વરસાદને કારણે 450 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. હૈદર નામના એક સ્થાનિક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે 2010માં આ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું, પરંતુ તેમ છતાં 450 વર્ષ જૂની ઈમારતને વધારે નુકસાન થયું ન હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.