ગુજરાત હાઈકોર્ટે દ્વારા શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોર વધતા ટ્રાફિક માટે એડ્વોકેટ શ્રી અમિત પંચાલ દ્વારા પિટિશન દાખલ કરી હતી - At This Time

ગુજરાત હાઈકોર્ટે દ્વારા શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોર વધતા ટ્રાફિક માટે એડ્વોકેટ શ્રી અમિત પંચાલ દ્વારા પિટિશન દાખલ કરી હતી


તા:-૦૨/૦૮/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ માં રખડતા ઢોર, ખરાબ રોડ રસ્તાઓ, ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે હાઇકોર્ટે માં એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા રાજય સરકાર,પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનો ઉધડો લઇ લીધો હતો.જેમાં ગુજરાત હાઇકોર્ટે ના જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવે ની બેચ માં સરકાર, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જોરદાર ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે,નાગરિકો તેમને અસુવિધા થાય તે માટે ટેક્સ નથી ભરતા અમદાવાદ શહેરમાં થતા .ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ બાબતે એક અઠવાડિયામાં પરિણામ લક્ષી પગલાં લેવા એક અઠવાડિયા નું અલ્ટિમેટમ આપ્યું છે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જો આ મામલે કોઈ સંતોષ જનક કાર્યવાહી નહી થાય તો, ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીએ પણ ગુરૂવારે હાઇકોર્ટ માં રૂબરૂ હાજર થવુ પડશે.. હવે જોવાનું રહ્યું રહે કે તંત્ર દ્વારા કોઈ નકર પગલાં લેવામાં આવશે કે પછી રાજ્ય ની વડી અદાલત ને પણ આડે હાથ લેશે અગવ પણ અમુક જસ્ટિસ દ્વારા સૂચના આપવામાં આવી હોય તેમ છતાં રાજય પોલીસ હાઇકોર્ટે માં ગણવેશ વગર આવતા નજર પડતા હોય છે લાગે છે ફરી કોઈ જસ્ટિસ દ્વારા પોલીસ વિભાગ ને સૂચના આપશે પછી જ પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ હાઇકોર્ટે માં ગણવેશ માં આવશે.

શહેર ના ટાફિક અને રોડ રસ્તા ને રખડતા ઢોર બાબતે અવર નવર ન્યૂઝ પેપોર ચેનલ માં પણ આવતું હોય છે અને હાઇકોર્ટે દ્વારા પણ શુચન કરવામાં આવતું હોય છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી જેથી
જસ્ટિસ એ .વાય કોગજે અને જસ્ટિસ સંદીપ ભટ્ટ સાહેબ ની બેચ માં ફરી આ મુદ્દે ભારે ચર્ચા થઈ હતી હેવ જોવાનું રહ્યું કે આ મુદ્દે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુન્સિ કોર્પોરેશન સુ પગલાં લે છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.