'કભી ખુશી કભી ગમ...':બે દિવસ પહેલાં 'જયા અમિતાભ બચ્ચન' સાંભળી ગુસ્સે થયા, આજે તે જ વાતથી સંસદમાં ખડખડાટ હસી પડ્યા - At This Time

‘કભી ખુશી કભી ગમ…’:બે દિવસ પહેલાં ‘જયા અમિતાભ બચ્ચન’ સાંભળી ગુસ્સે થયા, આજે તે જ વાતથી સંસદમાં ખડખડાટ હસી પડ્યા


આજે રાજ્યસભામાં આખું સંસદ ખડખડાટ હસી પડ્યું. મામલો એવો હતો કે રાજ્યસભામાં સપા સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ઘણી રમૂજી વાતચીત થઈ, જેના પછી આખું ગૃહ ખડખડાટ હસી પડ્યું. વાત એમ હતી કે, જયા બચ્ચન ઉભા થયા અને અધ્યક્ષ ધનખડને પૂછ્યું, શું તમને આજે લંચ બ્રેક મળ્યો છે? નથી મળ્યો ને, એટલે જ તમે જયરામ રમેશનું નામ લઇ રહ્યા છો. આ દરમિયાન જ્યારે જય બચ્ચને પોતાનું આખું નામ જયા અમિતાભ બચ્ચન કહ્યું તો આખું સંસદ હસવા લાગ્યું. નોંધનીય છે કે જયા બચ્ચને હાલમાં જ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને નારાજગી વ્યક્ત કરી હતી. આજે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જયા બચ્ચન ઉભા થયા અને અધ્યક્ષ જગદીપ ધનખડને કહ્યું, "સાહેબ, હું જયા અમિતાભ બચ્ચન તમને કંઈક પૂછવા માગુ છું." આ પછી સંસદ બધા જ ખડખડાટ હસવા લાગ્યા. અધ્યક્ષ જગદીપ ધનખડ પણ હસવાનું રોકી શક્યા નહીં. જયા બચ્ચને જગદીપ ધનખડને પૂછ્યું કે શું તમને આજે લંચ બ્રેક મળ્યો છે? નથી મળ્યો ને? એટલા માટે તમે જયરામ જી (કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ)નું નામ લઈ રહ્યા છો. જ્યાં સુધી તમે તેમનું નામ ન લો ત્યાં સુધી તમારું ભોજન પચતું નથી. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે મેં લંચ ટાઈમમાં લંચ નથી લીધું, પરંતુ તે પછી મેં જયરામ રમેશ સાથે લંચ કર્યું. આ પછી જગદીપ ધનખડે પણ જયા બચ્ચનને કહ્યું કે હું બધાને જણાવી દઉ કે હું તમારો પણ ફેન છું અને અમિતાભ બચ્ચનનો પણ ફેન છું. રાજ્યસભાના સભાપતિ અને જયા બચ્ચનની વચ્ચે થયેલી આ વાતચીત દરમિયાન આખું સદન હસવા લાગ્યું. મંગળવારે જ જગદીપ ધનખડે સંભળાવી દીધું હતું
રાજ્યસભાના સ્પીકરે સ્પષ્ટ કર્યું કે રાજ્યસભાના રેકોર્ડમાં જયા અભિતાભ બચ્ચન જ નામ છે. એટલે તેમને આ નામથી બોલાવવામાં આવ્યા છે. જે તેમના ચૂંટણી પ્રમાણપત્ર અને રાજ્યસભાના રેકોર્ડમાં નોંધાયેલ છે. મહત્ત્વનું છે કે મંગળવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જ અધ્યક્ષ જગદીપ ધનખડે જયા બચ્ચનના ગુસ્સાને ગેરકાનૂની ગણાવ્યો હતો હરિવંશ નારાયણ સિંહ પર ભડક્યા હતા જયા બચ્ચન
અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોમવારે (29 જુલાઈ) રાજ્યસભાનો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા, જેના પછી જયા બચ્ચન ખૂબ ગુસ્સે થઈ ગયા. જયા અમિતાભ બચ્ચન બોલાવવા સામે વાંધો વ્યક્ત કરતાં તેમણે ઉપાધ્યક્ષને કહ્યું, 'સાહેબ, જો તમે મને જયા બચ્ચન કહ્યા હોત તો તે પૂરતું હતું.' જયા બચ્ચનની વાત સાંભળ્યા બાદ ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણ સિંહે કહ્યું કે અહીં આખું નામ લખવામાં આવ્યું છે, તેથી મેં તેને પુનરાવર્તન કર્યું છે. ત્યારે જયા બચ્ચને કહ્યું, 'આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં મહિલાઓ તેમના પતિના નામથી ઓળખાશે. તેનું કોઈ અસ્તિત્વ નથી, તેની કોઈ સિદ્ધી નથી. વીડિયો વાયરલ થયો હતો અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો આ વીડિયો દરેક સોશિયલ મીડિયા હેન્ડલ પર વાયરલ થયો હતો. યૂઝર્સે પ્રતિક્રિયા પણ આપી હતી. નામને લઈને હંગામો ત્યારે થયો જ્યારે સમાજવાદી પાર્ટીના સભ્ય જયા બચ્ચન કોચિંગ સેન્ટરની ઘટના પર પોતાનો મત વ્યક્ત કરવા ઉભા થયા. તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં જયા બચ્ચને કોચિંગ સેન્ટર અકસ્માતને લઈને રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.