સુરેન્દ્રનગર સ્કુલનાં નિવૃત કર્મીની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ
સુરેન્દ્રનગરની બ્રહ્મ સોસાયટીમાં સરકારી ટેકનીકલ હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત થયેલા કર્મી પ્રદીપભાઈ વિનોદરાય દવે રહે છે તેમના પિતા વિનોદરાય દવેએ વર્ષ 1956માં અલંકાર સીનેમા પાછળ પ્લોટ લઈ તેમાં 14 ઓરડી બનાવી હતી પિતાના અવસાન બાદ આ મિલકત પ્રદીપભાઈ અને તેમના ભાઈ ભરતભાઈના નામે છે આ ઓરડીઓ 47 વર્ષ પહેલા મહેતાબખાન મુન્નાખાન પઠાણને ભાડે અપાઈ હતી જેમાં વર્ષ 2012-2013ના વર્ષમાં પાંચ ઓરડી પર તેમના સંતાનોએ કબજો જમાવી પાકો શેડ કરી કારખાનુ બનાવી નાંખ્યુ હતુ જયારે અન્ય 3 ઓરડીનો ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા આ અંગેની લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બી ડીવીઝન પોલીસ મથકે પ્રદીપભાઈ દવેએ ઈમ્તીયાઝ મહેતાબખાન પઠાણ, યુસુફ મહેતાબખાન પઠાણ અને પરવેઝ મહેતાબખાન પઠાણ સામે તા. 28-8-2021ના રોજ ફરિયાદ નોંધાવી હતી આ કેસનો 3 વર્ષથી ફરાર આરોપી ઈમ્તીયાઝ મહેતાબખાન પઠાણ શહેરના નુરી પાર્કમાં આવેલ તેના ઘરે આવવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી આથી પીઆઈ જે જે જાડેજાની સુચનાથી રામદેવસીંહ, પ્રવીણભાઈ, કીશનભાઈ સહિતનાઓએ નુરી પાર્કમાં વોચ રાખી હતી અને 3 વર્ષથી ફરાર આરોપી ઈમ્તીયાઝ પઠાણ તેના ઘરે આવતા જ તેને દબોચી લેવાયો હતો આ શખ્સને હાલ એ ડીવીઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.