ધ્રાંગધ્રાનાં થળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા
તા.02/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂપિયા 70,700 તથા મોબાઈલ ફોન નંગ 6 જેની કિં.રૂ. 18,000 રૂપિયા ગણીને કુલ 88,700 મુદ્દામાલ સાથે જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસે થળા ગામે હારુન ઉફે મુસાભાઈ અબ્દુલભાઈ ખલીફાના પોતાના કબજા વાળા મકાનમાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા નવ શખ્સોને રોકડ રકમ 70,700 તથા 6 નંગ મોબાઈલ જેની કિંમત 18,000 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે શ્રાવણ મહિનો નજીક આવતો હોવાથી ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત અને તાલુકા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પીઆઈ કે એચ ઝનકાતના ઓને થળા ગામે હારુન ઉફે મુસાભાઇ અબ્દુલભાઈ ખલીફા પોતાના કબ્જા વાળા મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગાર વાળી જગ્યાએ હેડ કોસ્ટેબલ, કે એચ ઝાલા, વિક્રમભાઈ રબારી નરેશભાઈ ભોજીયા વિભાભાઈ ધેટ સહીત ટિમ સાથે રેડ કરતાં પટમાં પૈસાની હારજીત નું જુગાર રમતા આરોપી હારૂનભાઇ ઉર્ફે મુસ્સાભાઇ અબ્દુલભાઇ ખલીફા રહે થળા, જયંતિભાઇ મહાદેવભાઇ પટેલ રહે થળા, ભરતભાઇ લવજીભાઇ પટેલ રહે થળા, દિલીપભાઇ દેવરાજભાઇ પટેલ રહે થળા, ધર્મેન્દ્રભાઇ મહેન્દ્રભાઇ પટેલ રહે જસાપર, દશરથભાઇ પ્રાણભાઇ પટેલ રહે થળા, પ્રકાશભાઇ પ્રેમજીભાઇ પટેલ રહે વસાડવા, યોગેશભાઇ ત્રિભુવનભાઇ વરમોરા પટેલ રહે રામગઢ સંદીપભાઇ નાનજીભાઇ પટેલ રહે થળા સહિતને કુલ રોકડા રૂપિયા 70,700 તથા 6 નંગ મોબાઈલ જેની કિંમત 18,000 રૂપિયા ગણીને કુલ 88,700 મુદ્દામાલ સાથે તમામ નવ આરોપી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.