ધંધુકા તાલુકાના રંગપુર, બાજરડા ગામની સીમમાં ઘોડેસવાર પોલીસ મુકવા રજૂઆત - At This Time

ધંધુકા તાલુકાના રંગપુર, બાજરડા ગામની સીમમાં ઘોડેસવાર પોલીસ મુકવા રજૂઆત


ધંધુકા તાલુકાના રંગપુર, બાજરડા ગામની સીમમાં ઘોડેસવાર પોલીસ મુકવા રજૂઆત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા તથા તેનો હલ કરવા માટે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.આર.ડી ગોજીયાના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી જેમાં જિલ્લા પંચાયતના ડેલિગેટો તાલુકા પંચાયતના ડેલિગેટો, સરપંચો, ઉપસરપંચો તેમજ અન્ય નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રંગપુર અને બાજરડા ગામના સીમ વિસ્તારમાં ઘોડેસ્વાર પોલીસ મુકવા બાબતની લોકોએ રજૂઆત કરી હતી. અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાનો પ્રશ્ન પાકના ભેલાણનો પ્રશ્ન ખેતી વિષય અન્ય પ્રશ્નો સીસીટીવી કેમેરાનું મહત્વ પોલીસ ભાડુઆત પેટ્રોલિંગ અસરકારક નોંધણી ટ્રાફિકની કામગીરી પ્રોહિબિશન જુગાર પ્રવૃત્તિ અટકાવવા વિગેરે પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મોટા ત્રાડીયા સીમ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ રંગપુર, બાજરડા ગામના સીમ વિસ્તારમાં ઘોડેસ્વાર પોલીસ મુકવા બાબતની લોકોએ રજૂઆત કરી હતી. ધંધુકાની મુખ્ય બજારમાં ટ્રાફિક બાબતેની સમસ્યાની પણ રજૂઆત
કરવામાં આવી હતી પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેની ખાતરી પીઆઈ આર ડી ગોજીયાએ લોકોને આપી હતી પોલીસ પ્રજાનો સાચા અર્થમાં મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરવા ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકા પોલીસ તરફથી આ એક સારો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ આ લોક દરબારમાં હાજર શહેર તેમજ આસપાસના વિસ્તારોના લોકોમાં ચર્ચા થતી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.