વડીયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અમરેલી દ્વારા નારી વંદન ઉત્સવ ઉજાવાયો
વડીયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અમરેલી દ્વારા નારી વંદન ઉત્સવ ઉજાવાયો
જિલ્લા મહિલા બાલ વિકાસ અધિકારી એ સ્ત્રી સશક્તિ કરણ અંગે માર્ગદર્શન આપ્યું
કાનૂની શિક્ષણ શિબિર થી મહિલાઓ ને કાયદા બાબતે પણ જાગૃત કરાઈ
વડિયા
સમગ્ર દેશમાં મહિલા સશક્તિ કરણ બાબતે અનેક કાર્યક્રમ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાનાછેવાડાના તાલુકા મથક એવા વડિયા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમા વડિયા સ્થિત પટેલ વડિયા માં યોજાયેલ કાર્યક્રમ માં જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી મનીષાબેન મુલતાની દ્વારા મહિલાઓના હકો, સામાજિક દરજ્જો, સરકારની વિવિધ યોજનાઓ અને નારી સન્માન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તો સાથે કાનૂની શિક્ષણ શિબિર યોજી સિનિયર મહિલા એડવોકેટ જયશ્રીબેન પારેખ દ્વારા મહિલા સબંધી કાયદાઓ બાબતે માર્ગદર્શન અપાયું હતુ આ કાર્યક્રમ માં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી મનીષાબેન મુલતાની, જિલ્લા ભાજપ મહિલા મોર્ચા ના મંત્રી રમાબેન, સિનિયર એડવોકેટ જયશ્રીબેન પારેખ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમભાઇ હિરપરા,વડિયા સરપંચ મનીષભાઈ ઢોલરીયા, પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા, ભીખુભાઇ વોરા સહિતના લોકોએ હાજરી આપી હતી અને સ્થાનિક મહિલાઓએ કાર્યક્રમ સફળ આયોજન અલ્પાહાર સાથે કર્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.