રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂનો કોથળો ભરી આવેલા શખ્સને નિવૃત્ત ફૌજીએ દબોચી લીધો - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂનો કોથળો ભરી આવેલા શખ્સને નિવૃત્ત ફૌજીએ દબોચી લીધો


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીંગ દાળીયા વેચવા વાળા ફેરિયા ન ઘૂસી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જોકે ગઇકાલે એક એવો કિસ્સો સામે આવ્યો કે, સિવિલ હોસ્પિટલમાં દેશી દારૂ વેચવાના ઇરાદે એક શખ્સ દારૂનો કોથળો ભરીને પહોંચી ગયો હતો. હાલમાં જ ડોકટરોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલમાં એક્સ આર્મી મેનની ભરતી કરવામાં આવી છે. આમાંથી એક નિવૃત્ત ફૌજી એ દારૂ ભરીને આવેલા શખ્સને દબોચી લીધો હતો.
આ અંગે સૂત્રોએ જણાવ્યા મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક આશ્ચર્ય પમાડે તેઓ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખબર નહીં પણ કેમ જાણે સિંગ દાળિયા વેચવા આવતા ફેરિયાઓને પ્રવેશવાની સ્પષ્ટ મનાઈ છે ભૂલે ચૂકે પણ કોઈ ફેરિયો જો હોસ્પિટલમાં ઘૂસી જાય તો સિક્યુરિટી સ્ટાફના માણસો તેને બહાર તગડી મૂકે છે.
આ દરમિયાન આ કડક નિયમના અમલદારી દરમિયાન જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક શખ્સ દારૂ ભરીને સિવિલ હોસ્પિટલમાં ઘૂસી જાય છે અને અત્રે દારૂ વેચવા આવ્યો હોય તે રીતે કોથળો લઈને આખી હોસ્પિટલમાં ફરતો હોય છે સિક્યુરિટીના સ્ટાફના ધ્યાનમાં કદાચ આ આવ્યું નહીં હોય પરંતુ અહીં ફરજ પર રહેલા એક નિવૃત ફોજીના ધ્યાનમાં આ શખ્સ આવી જતા તેનો કોથળો ખોલાવતા તેમાંથી દેશી દારૂ ભરેલી કોથળીઓ મળી આવી હતી.
કોથળામાં દેશી દારૂ નો જથ્થો જોઈ સૌ ચોકી ગયા હતા. નિવૃત્ત આર્મી મેને સિક્યુરિટી સુપરવાઇઝરને આની જાણકારી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ કંટ્રોલમાંથી પ્રદ્યુમન નગર પોલીસને કોલ જતા ત્યાંથી પોલીસ તોડી આવી હતી અને સિક્યુરિટી સ્ટાફે આ દારૂ ભરેલા કોથળા સાથે આવેલ શખ્સને પોલીસને હવાલે કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.