સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 30 જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે જેમાં ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જીવિત ખેતી બાબતે કાર્યો કરી રહ્યું છે. ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ ખેડૂત આગેવાનો અને પ્રગતિશીલ ખેડૂતોની ક્ષમતા વર્ધન માટે લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં હોટેલ શ્યામ વે ના મીટીંગ હોલમાં મગફળી અને કપાસ ની ખેતીમાં બાયો ઈનપુટ ના મહત્વ બાબતે એક દિવસીય તાલીમનું આયોજન કરેલ.
સોલીડારીડાડ સંસ્થા અને નાયરા એનર્જી ના સહયોગથી આજ રોજ લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં આયોજીત પ્રગતિશીલ ખેડૂતોને ઓર્ગેનિક ઇનપુટ બાબતે તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત કરતા વ્રજલાલ રાજગોર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને સોલીડારીડાડ સંસ્થાનો પરિચય આપવા સાથે પુનર્જીવિત ખેતી બાબતે પ્રાથમિક માહિતી આપવામાં આવી.
કાર્યક્રમને આગળ વધારતા સોલિડારીડાડ સંસ્થાના એગ્રિ એડવાઇઝર ડૉ. જે.એન.નારિયા સાહેબ દ્વારા કેમિકલ મુક્ત ખેતીની જરૂરિયાત, તેના ફાયદા અને જૈવિક ખેતી પદ્ધતિઓ બાબતે ખુબજ સરસ માર્ગદર્શન આપી ખેડૂતોને કેમિકલ મુક્ત ખેતી ની સાથે ( રીજનરેટિવ એગ્રીકલચર ) એટલે કે પુનર્જીવિત ખેતી કરવા પ્રેરીત કરેલ..
કાર્યક્રમને આગળ વધારતા નેનોબી કંપની ના ખાણધરભાઈ દ્વારા માઈકોરાઇઝા ફૂગ નો ખેતીમાં ઉપયોગ ,તેના ફાયદા, તેની વપરાશની પદ્ધતિઓ અને તેના આર્થિક લાભ બાબતે જીણવટ બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સોલીડારીડાડ સંસ્થા ના આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર ડૉ. તુષારભાઈ વાઘેલા દ્વારા બાયો ઇનપુટ બાબતે માહિતી ને માર્ગદર્શન આપ્યું જેમાં ટ્રાઇકોડરમાં, એરંડા ખોડ,નીમ ઓઇલ, બિવેરિય બેસિયાના, માઇકોરાઇઝા અને એન.પી.કે (વોટર સોલીબસ ફર્ટીલાઇઝર) ખાતર બાબતે વાત કરી તેના ઉપયોગની પદ્ધતિ, સમયગાળો અને દવાના પ્રમાણ અને તેના ફાયદાઓ બાબતે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ત્યાર બાદ સોલિડારીડાડ સંસ્થાના આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર રાજકુમાર દ્વારા બાયોગેસ ની યોજના અને અમલીકરણ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ખેડૂતોને ખેતીમાં ઉપયોગી બાયોગેસ અને બાયોગેસ્ટર બાબતે સમજ આપતા, ઘરવપરાશ અને ખેતીમાં ઉપયોગિતા સાથે પર્યાવરણ બાબતે ચર્ચા કરી હતી.
કાર્યક્રમને આગળ વધારતા તાલીમમાં હાજર 30 જેટલા ખેડૂતોને ભૂમિકાબેન સોલંકી અને ટીમ દ્વારા કાર્યક્રમ માં આવેલા ડેમો પ્લોટના પ્રગતિશીલ ખેડૂતોને બાયો ઇનપુટ ની કીટ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા એકતાબેન ચોથાણી તરફથી આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
આ કાર્યક્રમનું વ્યવસ્થાપન સોયબઅલી ઘુઘા, ઉદયભાઈ જાદવ દ્વારા કરવામાં આવેલ તેમજ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સી.આર.પી ઓ દ્વારા ખેડૂતોને પ્રેરીત કરી સંકલન કરવામાં આવેલ. જ્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા સોલિડારીડાડ સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર કુમાર રાઘવેન્દ્ર અને નાયરા એનર્જી સી.એસ.આર ના મેનેજર અવિનાશ રાવલ અને નીતિશ ગડગે સાહેબનું માર્ગદર્શન મળેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.