સુખી જીવન ની ફોર્મ્યુલા - આજુ બાજુ નજર કરવી નહિ - જૈન સંત શ્રી જિનપ્રેમ વિજયજી નો હૃદયસ્પર્શી સંદેશ દેખાદેખી જ અનેક દુઃખ નું કારણ - At This Time

સુખી જીવન ની ફોર્મ્યુલા – આજુ બાજુ નજર કરવી નહિ – જૈન સંત શ્રી જિનપ્રેમ વિજયજી નો હૃદયસ્પર્શી સંદેશ દેખાદેખી જ અનેક દુઃખ નું કારણ


સુખી જીવન ની ફોર્મ્યુલા - આજુ બાજુ નજર કરવી નહિ - જૈન સંત શ્રી જિનપ્રેમ વિજયજી નો

હૃદયસ્પર્શી સંદેશ દેખાદેખી જ અનેક દુઃખ નું કારણ

સુરત શ્રી ઉમરા જૈન સંઘ સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંતશ્રી જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે યુવા જીવન પરિવર્તન શિબિરમાં હૃદયસ્પર્શી અને જીવન ઉપયોગી પ્રવચન આપ્યું. આ પ્રસંગે જિનપ્રેમવિજયજીએ "Welcome અભ્યુદય" વિષય ઉપર વિશાળ યુવા જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, દુનિયા માં એક પણ સુખ એવું નથી જે ખરીદી શકાતું હોય, ને દુનિયા માં એક પણ દુઃખ એવું નથી જે વેચી શકાતું હોય. માણસ આખી જિંદગી સુખ ની પાછળ દોડતો રહે છે ને દુઃખ થી દૂર ભાગે છે, છતાં લગભગ કોઈ ને સુખ મળતું નથી ને દુઃખ ટળતું નથી.

લગ્ન નો એક્સઝેટ મીનિંગ જણાવતા સાહેબ એ ફરમાવ્યું કે હોટલ માં જમવા જઈએ અને પોતાની થાળી નું જમવાનું શરુ કરીએ અને ત્યારે બાજુ વાળા ની થાળી માં નજર જાય અને એની થાળી નું જમવાનું ગમી જાય એને લગ્ન કહેવાય."પોતાની થાળી માં જ નજર રાખી ને જે આવ્યું છે એ સંતોષ થી જમી લેવું , બીજાની થાળી તરફ નજર ન કરવી એને ભગવાન શ્રી મહાવીર સ્વામી એ ગૃહસ્થ સદાચાર વ્રત કહ્યું છે". સુખી સંસાર ની બધી જ ફોર્મ્યુલા એમાં સમાય ગઈ છે. શરત એટલી જ છે કે એને દરેક બાબત માં લાગુ કરવામાં આવે. ઘેલછાઓ છોડો, બીજા ના ઘર પર, ગાડી પર, રહેણી કરણી પર, તાગડધિન્ના પર નજર કરવાનું બંધ કરી દો. બીજા નું આંધણુ અનુકરણ એ વાનરવેડા છે. એ દુઃખ માટેની દોટ છે. લખપતિ ઓ કરોડ પતિ ને જોઈ ને દુઃખી થાય છે. કરોડપતિ ઓ અરબો પતિ ને જોઈ ને દુઃખી થાય છે. ખરબોપતિ બિચારા સ્વાસ્થ્ય, પરિવાર ને શાંતિ થી ખાલી થઇ ચુક્યા હોઈ છે. તમને જે મળ્યું છે એમાં તમને સંતોષ છે તો તમારા જેવા બીજા શ્રીમંત કોઈ નથી. આમ સાહેબ એ સુખી જીવન જીવવા માટે પ્રેરણા કરી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.