પીપાવવ પોર્ટ ની એમ્બ્યુલન્સ સગર્ભા માતા માટે બની જીવાદોરી સમાન.*
*પીપાવવ પોર્ટ ની એમ્બ્યુલન્સ સગર્ભા માતા માટે બની જીવાદોરી સમાન.*
*શિયાળ બેટના રહેવાશી એક સગર્ભા માતાનો પીપાવાવ પોર્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા પીપાવાવ પોર્ટ જેટી પર સફળતા પૂર્વક પ્રસુતી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો*
પીપાવાવ પોર્ટ દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત પીપાવાવ પોર્ટ એમ્બ્યુલન્સ ને ગઈ કાલ રાત્રે ૦૨:૫૫ વાગે કોલ સેન્ટર માં ફોન આવ્યો કે એક સગર્ભા માતાને પ્રસુતી ની પીડા થઈ રહી છે જે થી ગત મોડી રાત્રે પિપાવાવ પોર્ટ દ્વારા પોર્ટ ખાતે કાર્યરત એમ્બ્યુલન્સ ની ટીમ ને આ બાબતે કેસ મળતાની સાથેજ ટીમ પિપાવાવ પોર્ટ જેટી એ જવા રવાના થયા અને જેટી પર થી ટીમ સામે કાંઠે એટલે કે શિયાળ બેટ પર જવાની તૈયારી સાથે જેટી એ પોહોચ્યા તો દર્દી ને એટલે કે સગર્ભા માતા ને તેમના સગા દ્વારા બોટ મારફતે શિયાળ બેટ થી પિપાવાવ પોર્ટ જેટી પર લવાઈ રહ્યા હતા જ્યાં એમ્બ્યુલન્સ ની ટીમ પહેલેથી જ ત્યાં તૈયાર હતી ત્યાર બાદ દર્દી જેટી પર આવી ગયા બાદ એમ્બ્યુલન્સ ના કર્મચારી ઇ.એમ.ટી. બટુક બાંભણિયા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે દર્દીને પ્રસુતિની પ્રસવ પીડા હોવાથી સ્થળ પર એટલે કે જેટી પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડે તેમ લાગ્યુ જેથી દર્દીને જેટી પર સ્થિત એમ્બ્યુલન્સ માં લેવામાં આવ્યા અને ત્યાર બાદ એમ્બ્યુલન્સ ની અંદરજ સફળતા પૂર્વક ઇ.એમ.ટી. બટુક બાંભણિયા ની સુજબુજ અને પાયલોટ રાજેશ સાંખટ ની મદદ દ્વારા સફળતા પૂર્વક જેટી પરજ પ્રસુતી કરાવી અને માતાએ બાળક ને જન્મ આપ્યો ત્યાર બાદ ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસિસ ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ફિઝિશિયન ડોક્ટર ની સલાહ મુજબ ઇ.એમ.ટી. દ્વારા દર્દીને જરૂરિયાત મુજબ ઇન્જેક્શન અને બોટલ ચડાવી યોગ્ય સારવાર આપી અને માતા અને બાળક બંનેને સહી સલામત રીતે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા હાલ માતા અને બાળક બંને તંદુરસ્ત છે.
આમ, પિપાવાવ પોર્ટ દ્વારા કાર્યરત અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા કટોકટી ના સમયે શિયાળ બેટની સગર્ભા માતા માટે આ સેવા જીવાદોરી સમાન બની હતી તેમજ એમ્બ્યુલન્સ ની સેવા અને સ્ટાફ ની સરાહનીય કામગીરી બદલ દર્દી ના સગા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.