બોટાદની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્ય અકાદમી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સાહિત્ય સભા યોજાઇ
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોટાદના સંયુક્ત ઉપક્રમે ગ્રામલોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના તેમજ દીપ પ્રગટાવી કાર્યક્રમ આગળ વધારતા ઉપસ્થિતિ મહાનુભાવો ને કુમકુમ તિલક કરી તેમજ કોલેજના આચાર્ય ડો. એ.જે.મકવાણા દ્વારા સ્વાગત વ્યક્તવ્ય આપ્યું હતુ કાર્યક્રમ ને આગળ વધારતા આમંત્રણ ને માન આપી પધારેલા મહાનુભાવો અને વક્તાઓનું પુષ્પ ગુચ્છ અને સ્મુતિ ભેટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને જેમાં આચાર્યશ્રીનું અભિવાદન ડોક્ટર જનક રાવલ દ્વારા તેમજ નીતિન ત્રિવેદીનું ડો હિતાબેન રાજ્યગુરુ દ્વારા જયંત ડાંગોદરા નું ડોક્ટર જનક રાવલ દ્વારા દર્શક આચાર્યનું ડો એ જે મકવાણા દ્વારા વિજય રાજ્યગુરુનું 1પ્રાધ્યાયપક કેવલ ચાવ દ્વારા અને ડો જનક રાવલનું વિદ્યાર્થી પ્રતિનિધિ કૃપા બારૈયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.આચાર્યશ્રીએ ગ્રામલોક કાર્યક્રમ વિશે થોડી માહિતી આપી હતી. નીતિન ત્રિવેદી દ્વારા એક હતી રાણી નામની વાર્તાનું વાંચન કરવામાં આવ્યું હતું અને ડો જનક રાવલ દ્વારા તારામતી નો ખેલ નામની વાર્તાનું વાંચન કરવામાં આવ્યું હતું જયંત ડાંગોદરા દ્વારા ગઝલોનો અને દર્શક આચાર્ય દ્વારા કવિતાઓનું વાંચન કરવામાં આવ્યું હતું ડો શર્મિલા પરાલીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.