જસદણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઊમેદવારો દ્વારા મામલતદાર,અને જસદણ RFO ને આવેદન આપવામા આવ્યુ. - At This Time

જસદણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઊમેદવારો દ્વારા મામલતદાર,અને જસદણ RFO ને આવેદન આપવામા આવ્યુ.


(ભરત ભડણિયા દ્વારા)
CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમ જ ફોરેસ્ટ ભરતી માં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવાર નાં માર્કસ પ્રસિદ્ધ કરવા માં આવે છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા, ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant, મદદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષા નો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવા ના અધિકારી અને એજન્સી ના માણસો વચ્ચે સંકલન નો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશન નો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટ'માં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નો નું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી" નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈ થી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ ખાસ કરીને ફોરેસ્ટ નાં દરેક ઉમેદવાર ની માંગણી છે કે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરયા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા / કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે? CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે જેથી ઉમેદવાર ને સમય નું નુકશાન થાય જ છે પરંતુ તેની સાથે ઉમેદવાર ને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોઈ છે અને નિરાશ થઈ જતા હોઈ છે જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા દરેક ઉમેદવાર નું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસર ની હોઈ શકે છે હા અમે એ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિ માં ઘણા છીંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળ માં થયેલ છબરડા માંથી બોધપાઠ લઈને આ છીંડા બુરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડ થી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન ગોડ થી પરીક્ષા ન લઈ શકે ? અમે આ આવેદન નાં માધ્યમ થી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિ નો ભોગ સૌથી વધારે -મહેનતુ વિદ્યાર્થી- બન્યા છે, માટે દરેક ઉમેદવાર ને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડ ની જેમ ઓફોલાઈન મોડ થી પરીક્ષા નું આયોજન કરવામાં આવે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.