ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૮૪ તથા બિયર ટીન-૧૬૮ કિ.રૂ.૫૦,૪૬૦/- સહિત કુલ કિ.રૂ.૨,૬૦,૪૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૧/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન *બાતમી મળેલ કે,* નિકુલભાઇ હિપાભાઇ ઉલવા તથા હાર્દીકભાઇ ભરતભાઇ રબારી તથા રોહીતભાઇ નાનુભાઇ રબારીએ સંયુક્ત રીતે ભાગમાં નીકુલભાઇ હીપાભાઇ ઉલવાની સિહોર,શીવશક્તિ સોસાયટીની પાછળ આવેલ વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો તથા બિયર ટીન સાથે હાજર મળી આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*આરોપીઃ-*
1. હાર્દીકભાઇ ભરતભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે સરકારી દવાખાના સામે, ધુમડશા વિસ્તાર, સિહોર જી.ભાવનગર
2. મોમીન ઇકબાલભાઇ પઢીયાર રહે વોરાવાડ, સિહોર જી.ભાવનગર *(પકડવાના બાકી)*
3. નિકુલભાઇ હીપાભાઇ ઉલવા રહે. સિહોર જી.ભાવનગર *(પકડવાના બાકી)*
4. રોહીતભાઇ નાનુભાઇ રબારી રહે. સિહોર જી.ભાવનગર *(પકડવાના બાકી)*
5. ધર્મેશભાઇ રહે.સાળંગપુર જી.બોટાદ *(પકડવાના બાકી)*
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. જ્હોની વોલ્કર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ML કં૫ની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૦૦૦/
2. રેર જે.એન્ડ બી બ્લેન્ડ ઓફ ધ પુરેસ્ટ ઓલ્ડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ML કં૫ની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૦૦૦/-
3. બેલેન્ટાઇન્સ ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ML કં૫ની સીલપેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૬,૦૦૦/-
4. કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ ૫૦૦ ML બીયરના ટીન નંગ-૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦/-
5. ઓફીસર્સ ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ૭૫૦ ML કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૧,૫૨૦/-
6. ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ ધ-રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ ML કં૫ની સીલપેક બોટલ નંગ-૧૧ કિ.રૂ. ૩,૭૪૦/-
7. રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ ML કં૫ની સીલપેક બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦/-
8. સફેદ કલરની મારૂતિ કંપનીની અલ્ટો-૮૦૦ કાર રજી નંબર-GJ-07-DA-0354 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
9. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-
10. વીવો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી *કુલ રૂ.૨,૬૦,૪૬૦/-નો મુદ્દામાલ*
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા વગેરે સ્ટાફ જોડાવ્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.