હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, 2નાં મોત:ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 51 લોકો ગુમ; સાંસદ કંગના રનૌતના વિસ્તારમાં તારાજી, શ્રદ્ધાળુઓ ફસાયા - At This Time

હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, 2નાં મોત:ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યું, 51 લોકો ગુમ; સાંસદ કંગના રનૌતના વિસ્તારમાં તારાજી, શ્રદ્ધાળુઓ ફસાયા


હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ 3 જગ્યાએ વાદળ ફાટવાના સમાચાર છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટતાં સમેજ ગામનાં અનેક ઘરો તણાઈ ગયાં હતાં. જેમાં 2નાં મોત થયાં છે, જ્યારે 51 લોકો ગુમ છે. નદી-નાળાના જળસ્તર વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ 1નો ડેમ તૂટ્યો હતો. બુધવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ છે. મંડીના ચૌહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું. બે પરિવારના છ સભ્યો ગુમ છે. હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટતા અને ખીણમાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે. મોડી રાતે પડેલા વરસાદને કારણે બિયાસ નદીમાં પણ પૂર આવ્યું છે. મનાલી શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે. ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રનૌત ભાજપના સાંસદ છે. પાર્વતી નદીમાં આવેલા પૂરના કારણે માર્કેટની ઈમારત ધ્વસ્ત
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, લેહ મનાલી હાઈવે પલચાન પાસે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય બિયાસ નદીના રોદ્ર સ્વરૂપના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ પાર્વતી નદીમાં આવેલા પૂરના કારણે શાકભાજી માર્કેટની એક ઈમારત ધ્વસ્ત ગઈ છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન રાહત અને બચાવ ટીમ સાથે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF અને એરફોર્સની મદદ માંગી છે. હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરથી લગભગ 4 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. આ ઘટના બુધવારે રાત્રે 9 વાગ્યે ગૌરીકુંડથી આગળ રામબાડા અને જંગલચટ્ટીની વચ્ચે બની હતી. થોડી જ વારમાં કેટલાય મિમી વરસાદ વરસ્યો અને પહાડો પરથી ખડકો પડવા લાગ્યા હતા. યાત્રાના રૂટમાં 30 મીટરનો રોડ તૂટીને મંદાકિનીમાં સમાઈ ગયો હતો. ઘટના સમયે ત્યાં કોઈ યાત્રી નહોતા, પરંતુ મંદિર, રામબાડા, ગૌરીકુંડની બહાર યાત્રિકો હાજર હતા. અહીં 200થી વધુ લોકો ફસાયેલા છે, તેમને બચાવવા માટે ગૌરીકુંડથી SDRFને રવાના કરવામાં આવી છે. હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં મંદાકિનીમાં પૂર બાદ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી
વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તાઓ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલ ખાલી કરાવવામાં આવી હતી. રુદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગહરવારના જણાવ્યા અનુસાર યાત્રાને રોકી દેવામાં આવી છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ઝારખંડના રોહતાસમાં પાણીમાં ફસાયેલા લોકો બુધવારે વરસાદ બાદ ઝારખંડના રોહતાસમાં કશિશ વોટર ફોલમાં અચાનક પાણી વધી ગયું હતું. જેના કારણે અહીં ફરવા ગયેલા 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જોકે, બાદમાં બધાએ હિંમત એકઠી કરી એકબીજાનો હાથ પકડી પાણીના ભારે વહેણમાંથી બહાર નીકળ્યા હતા. દિલ્હી-કર્ણાટકમાં સ્કૂલોમાં રજા
વરસાદના રેડ એલર્ટને કારણે દિલ્હી અને કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાં ગુરુવારે મોડી રાત્રે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે (1 ઓગસ્ટ) 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટના કારણે આજે સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે. સંસદ અને સુપ્રીમ કોર્ટમાં પણ પાણી ભરાયાં
સંસદ, સુપ્રીમ કોર્ટ, એઈમ્સ, લ્યુટિયન્સ દિલ્હી, ભારત મંડપમ, ઈન્ડિયા ગેટ-રિંગ રોડ ટનલ, પ્રગતિ મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા. જે મુસાફરીમાં દરરોજ 20 મિનિટ સમય લેતી હતી તેમાં 4:30 કલાકથી વધુ સમય લાગ્યો હતો. ખરાબ હવામાનને કારણે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે 10 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. 8ને જયપુર, 2ને લખનૌ મોકલવામાં આવી હતી. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે એલજીએ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ઉત્તર દિલ્હીના સબજી મંડી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. દિલ્હીના મયૂર વિહાર ફેઝ થ્રીમાં એક મહિલા અને એક બાળક નાળામાં તણાઈ ગયાં હતાં. ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ દિવસ પહેલાં ચર્ચામાં રહેલું જૂનું રાજેન્દ્ર નગર ફરી પાણી ભરાઈ ગયું હતું. ઉત્તરાખંડમાં મંદાકનીમાં પૂર બાદ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી
વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તાઓ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલ ખાલી કરાવવામાં આવી હતી. રુદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગહરવારના જણાવ્યા અનુસાર યાત્રાને રોકી દેવામાં આવી છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. કેરળમાં ભૂસ્ખલનથી 249નાં મોત, 240 ગુમ
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે (29 જુલાઈ) મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો દટાઈ ગયાં હતાં. અત્યાર સુધીમાં 249 લોકોના મોત થયા છે. 131 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 240 લોકો ગુમ છે. બચાવકાર્ય માટે આર્મી, એરફોર્સ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે. દેશભરમાંથી વરસાદની તસવીરો... યુપીમાં વિધાનસભામાં પાણી ઘૂસી ગયાં
લાંબી પ્રતીક્ષા બાદ યુપીમાં ભારે વરસાદ થયો હતો. લખનૌમાં એટલો વરસાદ પડ્યો કે વિધાનસભાની અંદર પાણી ઘૂસી ગયાં. પ્રયાગરાજમાં પણ ભારે વરસાદ બાદ જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયાં હતાં. આગ્રામાં વરસાદ વચ્ચે સ્કૂટર પર સવાર માતા અને પુત્રને કારે ટક્કર મારી. જેના કારણે બંને કૂદીને નાળામાં પડી ગયાં હતાં. મહિલાનું ગટરમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાળકનો બચાવ થયો હતો. 2 ઓગસ્ટે 21 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ... રાજસ્થાનઃ 8 જિલ્લામાં વરસાદનું એલર્ટ રાજસ્થાનમાં વરસાદ ધીમો પડ્યો હોવાથી ભેજનું પ્રમાણ વધ્યું છે. આવું જ વાતાવરણ આગામી બે-ચાર દિવસ સુધી યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આજે રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. હવામાન કેન્દ્ર તરફથી જાહેર કરાયેલા રિપોર્ટ પર નજર કરીએ તો ચોમાસાની સિઝનમાં રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 210.7 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આ સિઝનમાં અત્યાર સુધીમાં (1 જૂનથી 30 જુલાઈ સુધી) 211.7mm વરસાદ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કરૌલીમાં સૌથી વધુ 80 મિમી વરસાદ નોંધાયો હતો. છત્તીસગઢઃ આગામી 3 કલાકમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, બિલાસપુર અને સુરગુજા ડિવિઝનના જિલ્લાઓમાં વાદળો છવાશે. છત્તીસગઢમાં આગામી 3 કલાક માટે બિલાસપુર અને સુરગુજા ડિવિઝનના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી બિલાસપુર, ગૌરેલા-પેન્દ્ર- મારવાહી, જાંજગીર-ચંપા, જશપુર, કબીરધામ, કોરબા, કોરિયા, માનેન્દ્રગઢ- ચિરમીરી-ભરતપુર, મુંગેલી, રાયગઢ, શક્તિ, સારંગગઢ-બિલાઈગઢ, સૂરજપુર, સુરગુજા, બલરામપુર અને થેરાપુર છે. બલોદા બજાર જિલ્લામાં એક-બે સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. UP: ચોમાસું ફરી સક્રિય, 16 જિલ્લામાં એલર્ટ યુપીમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. મંગળવારે 17 જિલ્લામાં હળવો વરસાદ થયો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. બુધવારે પૂર્વી અને પશ્ચિમ યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે, જ્યારે 58 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. વીજળી પડવાનો પણ ભય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.